ઝી બ્યુરો/અમદાવાદ: શહેરમાં સમી સાંજ પછી કમોસમી વરસાદ શરૂ થયો હતો, જે મોડીરાત સુધી પડી રહ્યો છે. આજે શહેરમાં રવિવારનો દિવસ હોવાથી લોકો પોતાના પરિવાર સાથે બહાર ફરવા નીકળી રહ્યા છે, ત્યારે રજાનો દિવસ હોવાથી તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો છે. આ સાથે જ શહેરીજનોને સતત બીજા દિવસે ગરમીમાંથી મુક્તિ મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક


અમદાવાદ શહેરમાં સમી સાંજે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં શહેરના SG હાઈવે, પ્રહલાદનગર, શ્યામલ, ઘુમા, બોપલ અને ગોતામાં હળવો વરસાદ પડી રહ્યો છે. માનસી ચારરસ્તા, વસ્ત્રાપુર, ભુયંગદેવ અને થલતેજ આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. મોડી સાંજે વરસાદ થતાં વાહન ચાલકો અટવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. પ્રહલાદનગર પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે.


જામનગર શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારાયું, જાણો શું છે આવતીકાલે CMનો કાર્યક્રમ


આ સાથે જ હવામાન વિભાગે કરેલી ત્રણ કલાકની આગાહી સાચી પડી છે અને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સતત પાંચમા દિવસે પણ કમોસમી વરસાદ ચાલું રહ્યો છે. અમરેલીમાં પૂર આવતાં ટ્રક તણાયો છે અને 5 લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા છે.


અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી


સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારબાદ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરમાં બપોર બાદ અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વાદળછાયો વાતાવરણ સર્જાયો હતો અને સાંજે અચાનક વરસાદ શરૂ થયો હતો. જો કે, વરસાદથી અમદાવાદીઓને ગરમીથી થોડી રાહત મળી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા હવામાનમાં ઠંડક પ્રસરી છે.


મહાઠગ વિરાજ પટેલનો કઈ રીતે ફૂટ્યો ભાંડો? મુંબઈની મોડેલ સાથે માણ્યું વારંવાર શરીરસુખ


આગામી 4 દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.


વિસનગર યુવતી કેસમાં મેવાણીનું પોલીસને અલ્ટિમેટમ, 24 કલાકમાં આરોપીઓ નહીં ઝડપાય તો..'


ગુજરાતના આ જગ્યાએ 1થી 3 મે સુધીમાં ખાબકી શકે છે વરસાદ
1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
2 મેના રોજ બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 
3 મેના રોજ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 3 મેના રોજ દાહોદ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ,બોટાદ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.