Gujarat Foundation Day 2023: જામનગરને દુલ્હનની જેમ રોશનીથી શણગારાયું, જાણો શું છે CMનો કાર્યક્રમ

જામનગરના આંગણે આવતીકાલે જાજરમાન ઉત્સવ યોજાવાનો છે ત્યારે જામનગરમાં 63 માં ગુજરાત ગૌરવ (સ્થાપના) દિવસની તૈયારીઓને આખરી ઓપ આપવમાં અવાઈ રહ્યો છે. જામનગરમાં સૌ પ્રથમ વખત આવતીકાલે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે.

Gujarat Foundation Day 2023: જામનગરને દુલ્હનની જેમ રોશનીથી શણગારાયું, જાણો શું છે CMનો કાર્યક્રમ

મુસ્તાક દલ/જામનગર: ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં થવા જઈ રહી છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતનો કાફલો આવતીકાલે જામનગર ઉપસ્થિત રહેશે. શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. 300 કરોડોથી વધારેની કિંમતના 551 જેટલા વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિ પૂજન અને ઈ-ખાતમુહૂર્ત કરાશે અને જામનગર શહેરને દુલ્હનની જેમ રોશનીના શણગાર કરાયા છે. 

જામનગરના આંગણે આવતીકાલે જાજરમાન ઉત્સવ યોજાવાનો છે ત્યારે જામનગરમાં 63 માં ગુજરાત ગૌરવ (સ્થાપના) દિવસની તૈયારીઓને આખરી ઓપ આપવમાં અવાઈ રહ્યો છે. જામનગરમાં સૌ પ્રથમ વખત આવતીકાલે રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે. ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સહિતનો કાફલો આવતીકાલે જામનગર ઉપસ્થિત રહેશે. શસ્ત્ર પ્રદર્શન, પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. 300 કરોડોથી વધારેની કિંમતના 551 જેટલા વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિ પૂજન અને ઈ-ખાતમુહૂર્ત કરાશે અને જામનગર શહેરને દુલ્હનની જેમ રોશનીના શણગાર કરાયા છે.

ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સવારે 10:00 કલાકથી સત્યસાંઈ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.

ત્યારબાદ સવારે 11:30 કલાકથી યોજાનાર શસ્ત્ર પ્રદર્શનમાં સરકાર દ્વારા વસાવવામાં આવેલ અદ્યતન તેમજ પુરાતન શસ્ત્રોનું નિદર્શન કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયત ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાનું મુખ્યમંત્રીના વરદ હસ્તે સવારે 11:45 કલાકે અનાવરણ કરવામાં આવશે. સાંજે 5:30 કલાકે ટાઉન હોલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધીની પોલીસ પરેડ યોજાશે અને સાંજે 7 કલાકે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news