વરસાદની કાગડોળે જોવાતી રાહ પૂરી થઈ, સવારે 6 થી 8 સુધીમાં 28 તાલુકામાં વરસાદ નોંધાયો
બ્રેક બાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદ ખાબકયો છે. ક્યાંક ઓછો, તો ક્યાંક વધુ... પણ વાતાવરણમાં પલટો આવતા ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી, સાબરકાંઠા, પાટણ, વડોદરા, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ છે. તો અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. આજે હવામાન ખાતાના આંકડા પર નજર કરીઓ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના સોનગઢ અને ડાંગ આહવામાં પણ 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં 2 ઇંચ જેટલો વરસાદ, તો અરવલ્લીના જ માલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, ડીપ વિસ્તાર સહિતના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહીસાગરના ખાનપુર અને લુણાવાડામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. સવારે બે કલાક દરમિયાન આ વરસાદ નોઁધાયા છે.
ઝી મીડિયા/બ્યૂરો :બ્રેક બાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે સવારથી વરસાદ ખાબકયો છે. ક્યાંક ઓછો, તો ક્યાંક વધુ... પણ વાતાવરણમાં પલટો આવતા ચોમેર ઠંડક પ્રસરી ગઈ છે. અમરેલી, સાબરકાંઠા, પાટણ, વડોદરા, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ છે. તો અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. આજે હવામાન ખાતાના આંકડા પર નજર કરીઓ તો, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના સોનગઢ અને ડાંગ આહવામાં પણ 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન 28 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અરવલ્લીના મોડાસામાં 2 ઇંચ જેટલો વરસાદ, તો અરવલ્લીના જ માલપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, ડીપ વિસ્તાર સહિતના સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહીસાગરના ખાનપુર અને લુણાવાડામાં અડધા ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. સવારે બે કલાક દરમિયાન આ વરસાદ નોઁધાયા છે.
રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?... આવા પોસ્ટર લાગ્યા અમદાવાદના ફેમસ રોડ પર....
અમરેલીમાં વીજળી પડતા મહિલાનું મોત
અમરેલી જિલ્લામા સવારથી જ વરસાદી માહોલ છે. જેમાં રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલામા ધીમી ધારે વરસાદ પડ્યો છે. અમરેલી પંથકમાં ઝરમર વરસાદ ચાલુ છે. તો બીજી તરફ, કુંકાવાવના સૂર્ય પ્રતાપગઢ ગામે વીજળી પડતા એક મહિલાનુ મોત નિપજ્યું છે. સાવરકુંડલા અને ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં ભમોદ્રા, શેલણા, ઘોબા,પીપરડી સહિત ગામોમાં વરસાદ છે.
48 કલાકમાં વરસાદની આગાહી
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સામાન્ય ઝાપટું પડ્યું હતું. જોકે, અમદાવાદમાં સમગ્ર કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવનો ફૂંકાયા છે. નાનું એવું ઝાપટું પડતા માર્ગો પર સામાન્ય પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.
વિરોધ બાદ આજે ન વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ ભાવે અમદાવાદમાં મળશે..
સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, સલાલ, ઇડર વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વહેલી સવારે તૂટી પડ્યો હતો. જેથી વાતાવરણમાં એકાએક પલટો આવતા ગરમીમાંથી છુટકારો મળ્યો છે. ખેતીપાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. હિમતનગર 8 મીમી અને પ્રાંતિજમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદથી હિમતનગરમાં રોડ પર પાણી વહ્યા છે.
આ ઉપરાંત પાદરા જિલ્લામાં પાદરા શહેર સહિત તાલુકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
વડોદરામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. વડોદરાના ગોત્રી, ફતેગંજ, અલકાપુરી, હરિનગર, રાવપુરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.
પાટણમાં પણ વરસાદ નોધાતા વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. પવનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા અને તાલાળા તાલુકામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સાસણ અને ગીર વિસ્તારમાં પણ વરસાદ છે. સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે મેઘરાજાનું આગમન થયું છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદની કાગડોળે રાહ જોતા ધરતી પુત્રોને હાશકારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર