અમદાવાદ :રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસમાં ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં ક્યારે વરસાદનું આગમન થશે તેની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનના છેલ્લા સપ્તાહમાં વરસાદનું આગમન
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, કેરળમાં 6 જૂનના રોજ ચોમાસાનું આગમન થશે. ત્યારે ગુજરાતમાં જૂનના છેલ્લા સપ્તાહમાં ગુજરાતમાં વરસાદનું આગમન થશે. આ દિવસોમાં ગુજરાતના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 


વડોદરા : શર્ટલેસ થઈ સ્વીમીંગમાં ન્હાતી મહિલાનો ફોટો પાડી રહ્યો હતો, કરી ફરિયાદ


ક્યાં કેટલો ગરમીનો પારો


  • ગાંધીનગરમાં 43 ડિગ્રી

  • રાજકોટમાં 42 ડિગ્રી

  • અમદાવાદમાં 44 ડિગ્રી

  • વડોદરામાં 41 ડિગ્રી 

  • સુરતમાં 34.6 ડિગ્રી 

  • ડીસામાં 43.2 ડિગ્રી

  • ભૂજમાં 41.8 ડિગ્રી 

  • અમરેલી 42.9 ડિગ્રી 


સુરતના વાતાવરણમાં પલટો
ગરમીના વધી રહેલા પારા અને ઓરેન્જ એલર્ટ વચ્ચે અચાનક સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સુરતમાં વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યુ હતું. પણ સુરતીઓ માટે આ આનંદના સમાચાર ન હતા. કારણ કે, વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. લોકો બફારાના કારણે ત્રસ્ત થઈ ગયા છે અને હાલ કાગડોળે રાહ જોઈને બેસ્યા છે કે, ક્યારે વરસાદ આવશે. 


શું ગુજરાતમાં પોલીસને ગુનો કરવાનો છુટ્ટો દોર મળ્યો છે? વડોદરામાં નશેડી PSIએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું 


ગરમીથી એકનું મોત
વરસાદની આગાહી તો જુનના છેલ્લા અઠવાડિયામાં કરવામાં આવી છે, પણ હાલ ગુજરાતમાં ગરમીનો પારો વધી જતા લોકોના હાલ બેહાલ થયા છે. આવામાં અરવલ્લી જિલ્લામાં ગરમીથી એકનું મોત નિપજ્યું છે. અરવલ્લીના મેઘરજના ૩૫ વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. ગરમીથી એકાએક તબિયત લથડતા તેને અમદાવાદમાં ખસેડાયા હતા.


Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, પણ સરકારના કાને ક્યાં કઈ અથડાય છે?


ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ચૂરુમાં 50.8 ડિગ્રી પર તાપમાન પહોંચ્યું છે. સમગ્ર દેશમાં સૌથી વધારે તાપામાન રાજસ્થાનના ચુરુમાં ગરમી નોંધાઈ. ગરમીથી બચવા માટે લોકોએ ઠંડા પાણીનો સહારો લીધો છે. તો ફાયર વિભાગે રસ્તા પર પાણી છાંટવાની કામગીરી શરૂ કરી છે. જિલ્લા કલેકટરે લોકોને બહાર ન નીકળવાની સૂચના આપી છે.