ઝી ન્યૂઝ/અમદાવાદ: રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલના દિવસોમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સાથે પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

3 સિસ્ટમ અને થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ- ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો 15 સપ્ટેમ્બરે વરસાદી સિઝન પૂર્ણ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો આજે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટ અને સાબરકાંઠના ખેડબ્રહ્મામાં વરસાદ પડ્યો છે.


હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય, મધ્યમ તેમજ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. હાલ વરસાદની એક્ટિવિટીમાં ઘટાડો થયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 


અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદની શકયતા છે. સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેથી 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારે ગરમી અનુભવાશે. જેના લીધે લોકલ સિસ્ટમ ઉભી થવાના વરતારા છે. 


નવરાત્રીના સમયમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા સેવાઇ છે. 10 થી 17 ઓક્ટોબર દરિયા કિનારાના ભાગોમાં પવનનુ જોર સાથે વરસાદ રહેશે. દિવાળી આસપાસ વાદળ, પવન ફૂંકાશે. ઓક્ટોબર-નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે કરી છે.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સિઝનનો 101.07% વરસાદ નોંધાયો છે. એટલે કે રાજ્યમાં સિઝનનો 859.19 મીમી વરસાદ નોંધાયો. રાજ્યના 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.


નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે આગામી ભારતમાં કેટલાય ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. આ અઠવાડીયામાં એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ લક્ષદ્વિપ, 3 સપ્ટેમ્બરના રોજ મેઘાલય, તમિલનાડૂ, દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરલ અને 4 તારીખે ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ તથા આસામમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube