અમદાવાદ: કેરળ સહિત દેશના અનેક રાજ્યોમાં આજથી ચોમાસાનું વિધિવત આગમન થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ શકે છે. ત્યારે ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. તો બીજી બાજુ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આવતીકાલે તાપમાનનો પારો 45થી વધુ જઇ શકે છે. જેને લઇ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- કોસ્ટગાર્ડની દરિયા વચ્ચે કાર્યવાહી, બે જહાજમાંથી શંકાસ્પદ જથ્થો મળી આવ્યો


ચોમાસું નજીક આવતા ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યમાં 13 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઇ શકે છે. ત્યારે કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. જેમાં નવસારી-વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી રહી છે.


વધુમાં વાંચો:- આણંદના ખેડૂતે અપનાવી અનોખી પદ્ધતિ, બીજા કરતા મેળવ્યું દોઢ ગણુ ઉત્પાદન


અમદાવાદ બાદ રાજકોટમાં! મહિલા એન્કર સાથે ભાજપના ધારાસભ્યએ કરી ગાળાગાળી


ખેડૂતોમાં ખુશીનો માહોલ
છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાયા છે. ઉપરાંત ગરમીના કારણે કેટલીક મોતની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે. આ વખતે ચોમાસું સારૂ અને લાંબુ રહેશે. જેથી દેશવાસીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...