આણંદના ખેડૂતે અપનાવી અનોખી પદ્ધતિ, બીજા કરતા મેળવ્યું દોઢ ગણુ ઉત્પાદન

ઉનાળાના હિટ વેવ વચ્ચે પણ આજ કાલ ખેડુતો પોતાની કોઠા સુજથી સારી જાતની ખેતી કરી રહ્યાં છે. વાત આણંદ જીલ્લાના ખેરડા ગામના ખેડુત ભાવેશભાઇ પટેલ દ્રારા કેળાના ટીસ્યુ કલ્ચર રોપા પર ગ્રોઇંગ બેગ લગાવી બીજા કરતા દોઢ ગણુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

આણંદના ખેડૂતે અપનાવી અનોખી પદ્ધતિ, બીજા કરતા મેળવ્યું દોઢ ગણુ ઉત્પાદન

લાલજી પાનસુરીયા, આણંદ: ઉનાળાના હિટ વેવ વચ્ચે પણ આજ કાલ ખેડુતો પોતાની કોઠા સુજથી સારી જાતની ખેતી કરી રહ્યાં છે. વાત આણંદ જીલ્લાના ખેરડા ગામના ખેડુત ભાવેશભાઇ પટેલ દ્રારા કેળાના ટીસ્યુ કલ્ચર રોપા પર ગ્રોઇંગ બેગ લગાવી બીજા કરતા દોઢ ગણુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

વાત કોઇ રોકેટ ટેકનોલોજીની નથી પણ સામાન્ય સમજ અને ખેતીમાં કંઇક નવું કરવાની ભાવના સાથે ખેતી કરતા આ પ્રગતિશીલ ખેડુત કેળાના પાકમાં મહારથ હાંસલ કરેલી છે. તેના કારણે તેમના ગામના અને આજુ બાજુના વિસ્તારના લોકો કેળાનો પાક કેવી રીતે લેવો અને કઇ પધ્ધતી લેવો તે સલાહ લેવા માટે આવે છે.

સામાન્ય રીતે આ ઉનાળાની સિઝનમાં ખેડુતો કોઇ પાક લેવાની કલ્પના પણ ના કરી શકે તેવા સંજોગોમાં કેળા જેવા ભારે પાક પણ ભાવેશ પટેલ ગ્રોઇંગ બેગ લાગવી કરી રહ્યાં છે. તેનાથી ટીસ્યુ કલ્ચરના કુમળા છોળ સુકાતા નથી અને હેલ્ધી પણ રહે છે અને તેના કારણે ઉત્પાદન પણ સારૂ થાય છે.

ભાવેશ પટેલ વર્ષોથી ખેતીમાં કંઇક નવતર પ્રયોગ કરતા રહે છે. તેમાં આવખે કેળાની વાવણીની સિઝનમાં ત્રીસથી પાંત્રીસ વિઘામાં કેળાનું વાવેતર કર્યુ છે. તે બધામાં આ ગ્રોઇંગ બેગનો પ્રયોગ કર્યો છે. પ્રથમ વર્ષની સફળતા બાદ આ બીજા વર્ષે પણ વધુ સારી રીતે કામગીરી કરી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news