અર્પણ કાયાદાવાલા/અમદાવાદ: ચાલુ વર્ષે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ખાબકેલા ભારે વરસાદે સ્માર્ટસિટી(SmartCity)ના તમામ રસ્તાની હાલત ખરાબ કરી નાંખી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની કામગિરી સામે અનેક પ્રશ્નો ઉભા થતા તંત્રના માથે ભારે માછલા ધોવાયા હતા. ત્યારે એએમસીએ દાવો કર્યો છે કે તારીખ 13 થી 22 સપ્ટેમ્બર દરમ્યાન ખૂબજ મોટાપાયે કામગીરી હાથ ધરીને શહેરના તમામ તૂટેલા માર્ગોને રીપેર કરી દેવાયા છે. અને હજીપણ નાગરીકો તરફથી ફરીયાદ મળ્યાના 24 કલાકમાં તે ખાડા પૂરી દેવા માટે તંત્ર કટિબધ્ધ છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    14316 સ્થળે હાથ ધરાયુ પેચવર્ક

  • 1.37 લાખ ચો.મી વિસ્તારમાં કામ થયુ.

  • 6337 શ્રમિકોએ કરી કામગીરી


ગત સપ્તાહે શહેરમાં ઉપરાછાપરી અતિભારે વરસાદ થતા શહેરનો એકપણ વિસ્તાર એવો નહતો કે રોડ રસ્તાઓ તૂટ્યા ન હોય. સ્માર્ટસિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે વરસાદે એએમસી તંત્ર અને તેના ભાજપી શાષકોના તમામ દાવાની પોલ ખોલી નાંખી હતી. શહેરીજનોને પડતી હાલાકી અંગે સોશિયલ મીડિયા પર પણ તંત્રની ભારે ટીકા થતા તંત્ર હરકતમાં આવ્યુ હતું. અને તાત્કાલીક શહેરભરમાં રોડ રીપેરીંગની કામગીરી હાથ ધરાઇ હતી.


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી ‘રો-રો ફેરી અનિશ્ચિત કાળ સુધી થઇ બંધ’


એએમસીનો દાવો છેકે 13 થી 22 સપ્ટેમ્બર દરમિયાન એએમસી દ્વારા શહેરના 14,316 સ્થળો પર પેચવર્ક કરીને કુલ 1.37 લાખ ચોરસ મીટર વિસ્તારમાં કામગીરી કરાઇ છે. જે માટે 399 છોટા હાથી, 737 ટ્રેકટર શીફ્ટ અને 221 રોલર મશીન શિફ્ટનો ઉપયોગ કરાયો. એએમસીએ દાવો કર્યો છે કે, તૂટેલા રોડમાં એકપણ રોડ એવો નથી કે જે આ વર્ષે બન્યો હોય અને તૂટી ગયો હોય.


આતંકી યુસુફ શેખની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જેહાદથી મોકલાયેલા લાખોના ટેરર ફંડથી હથિયાર ખરીદ્યા હતા


નોંધનીય છે કે, એએમસીના તમામ દાવા વચ્ચે શહેરમાં ચાલી રહેલા મેટ્રોના કામ દરમ્યાન અનેક સ્થળે રોડની હાલત અત્યંત ખરાબ છે. ત્યારે આ મામલે એએમસીએ મેટ્રો વિભાગ પર તમામ બાબતો ઢોળી દીધી છે. પરંતુ સાથે કહ્યુ છે કે, આગામી એક સપ્તાહમાં આ તમામ રસ્તા રીપેર થઇ જશે. જો મેટ્રો નહી કરેતો મેટ્રોના ખર્ચે એએમસી દ્વારા આ રોડ રીપેર કરી દેવામાં આવશે.


ઉના : દીકરીની નજર સામે જ પિતાનું મોત, ડ્રાઈવિંગ શીખવાડી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરે મારી ટક્કર


નોંધનીય છે કે, વર્ષ 2017માં તૂટેલા રોડના મામલે મોડા મોડા પણ વર્તમાન મ્યુનિસિપલ કમિશ્નરે ઇજનેરી અધિકારીઓ પાસેથી બેદરકારી બદલ રૂપિયા 10 લાખનો દંડ વસુલ્યો છે. પરંતુ આ વર્ષે સર્જાયેલી પરિસ્થિતી માટે હજી સુધી કોઇની સામે પગલા લેવાયા નથી.


જુઓ LIVE TV :