ભૌમિક સિધપુરા/મહુવા: થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જીલ્લાના મહુવાના તલગાજરડા ખાતે આવેલ ચિત્રકૂટ આશ્રમ ખાતે આજે મોરારિબાપુએ ગણિકાઓના પુન વસન અર્થે અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામ ની કથામાં જેમાં સાત કરોડ રૂપિયા જેવું ફંડ આ મહિલાઓ ના પરિવાર ના વિકાસ અર્થે એકત્ર થયું હતું તે આજે મોરારિબાપુ ના હસ્તે જે તે અલગ અલગ એનજીઓ સંસ્થાઓ ને સુપૃત કરવામાં આવ્યું હતું આ ધન રાશી આ એનજીઓ સંસ્થાઓ આવી સેક્સ વર્કર મહિલાઓ ના ઉથાન માટે વાપરશે એટલે કે આ મહિલાઓ ના મેદિકલ્ ચેકપ તેમના બાળકો ની સાર સભાળ સહિત ની પ્રવૃતિઓ એનજીઓ દ્વારા કરવામાં આવશે.


સુરત: પતિનો ધંધો બંધ કરવાની ધમકી આપી પત્ની પર કર્યો બળાત્કાર


જો કે આ પ્રસંગે કેટલીક સેક્સ વર્કર મહિલાઓ સાથે વાતચીત કરતા તેવું પણ જાણવા મળ્યું હતું કે અમારે આ ધંધા માં રહેવું નથી સમાજ અમને સ્વીકાર તો નથી અને અમારા બાળકો ને પણ સમાજ માં ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે અને સમાજ માં અમને પુરતું આદર અને સન્માન નથી મળતું એવા માં મોરારિબાપુ એ પહેલ કરી અમારે માન સન્માન અને પરિવાર ની ચિંતા કરી કથા તો કરી પણ સાથે ધન રાશી પણ મોટી આપી છે જે નું રુણ અમે ક્યારે અદા કરી શકશું નહી


CISFના જવાનોએ જોયુ ’ઉરી’ સર્જીકલ સ્ટ્રાઈક, ભારતીય સેનાની ઉત્તમ કામગીરી


આ સંદર્ભે મોરારિબાપુ એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે ભીની આખે આ દીકરીઓ ને તલગાજરડા ની દીકરીઓ ગણાવી હતી અને જ્યારે પણ આવી દીકરીઓ ને મોરારિબાપુ ની જરૂર હોય ત્યારે અહી તલગાજરડા આવી જવું અને તમારો બાપ જીવે છે મોરારિબાપુ ત્યાં સુધી તમારું કન્યાદાન કરશે સાથે જ તેમને આજે અહી ત્રિવેણી સ્નાન મેં આજે જ કરી લીધું કેમ કે આ દીકરીઓ મારામાટે સત્ય પ્રેમ કરુણા નું પ્રતિક છે