છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં અતિવૃષ્ટિને કારણે જાન અને માલનું ભયંકર નુકસાન થવા પામ્યું છે. સતત પડી રહેલા વરસાદને કારણે સેંકડો માણસો તેમજ પ્રાણીઓ મોત નિપજયા છે. ભૂસ્ખલન જેવી પરિસ્થિતિને કારણે લોકોના માલ- મિલકત માટે પણ વિકટ સ્થિતિ ઊભી થવા પામી છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધીમાં એકલા હિમાચલ પ્રદેશમાં જ 72,000 કરોડ રૂપિયા જેટલું નુકસાન થવા પામ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત જુલાઈમાં પૂજ્ય બાપુએ અમેરિકાના બોસ્ટનમાં કથા કરી હતી અને એ સમયે પૂજય મોરારિબાપુએ રામકથાના શ્રોતાઓના સહયોગ વડે હિમાચલ પ્રદેશ અને ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં પ્રાકૃતિક આપદા આવી હતી તે માટે રૂપિયા 25 લાખનું અનુદાન જાહેર કર્યું હતું.


પૂજ્ય બાપુની સંવેદના રૂપે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા આજરોજ હિમાચલ પ્રદેશમાં સેવાનું અદભુત કાર્ય કરી રહેલી સેવા ભારતી સંસ્થા કે જે માનવસેવા અને માનવીય મૂલ્યોનેના કાર્યને વરેલ છે તેને રુપિયા ૨૫ લાખનું અનુદાન મોકલવામાં આવ્યું છે. સેવા ભારતી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશના દુર દરાજના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે તેમાં આ રાશિ અર્પણ કરવામાં આવી છે. આ રાશિ અર્પણ કરવા બદલ સેવા ભારતી સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો છે.


Canada VS USA : કયો દેશ રહેવા માટે સૌથી ઉત્તમ, જાણો આવકની દ્રષ્ટિએ ક્યાં રહેશે ફાયદો


રીલ્સના શોખીન પોલીસ કર્મચારીઓ પર તવાઈ, 4 PSI સહિત 17 પોલીસકર્મીઓ સામે ભરાશે પગલાં


ગુજરાતમાં હવામાનમાં આવશે પલટો, મેઘરાજા ફરીથી કરશે તોફાની બેટિંગ, જાણો લેટેસ્ટ આગાહી


(Disclaimer- This article is part of IndiaDotCom Pvt Ltd’s Consumer Connect Initiative, a paid publication programme. IDPL claims no editorial involvement and assumes no responsibility, liability or claims for any errors or omissions in the content of the article.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube