18 દિવસમાં 12,000 કિલોમીટરની યાત્રા, શ્રાવણમાં 12 જ્યોતિર્લિંગની મુલાકાત લઈ રામકથા પર પ્રવચન આપશે મોરારી બાપુ
મોરારી બાપુએ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા વિષે વાત કરતા જણાવ્યું હતું કે, `આ પવિત્ર યાત્રા દ્વારા, અમારું લક્ષ્ય ભારતની વિવિધતામાં એકતા દર્શાવા અને સનાતન ધર્મની સમજને પ્રોત્સાહન આપવાનું છે. ભગવાન રામનું નામ આપણા રાષ્ટ્રના દરેક ખૂણે ગુંજતું કરીએ, અને બધા માટે શાંતિ અને સંવાદિતા ના પ્રયત્ન કરીયે.
અમદાવાદઃ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને રામાયણના પ્રવક્તા પૂજ્ય મોરારી બાપુ પવિત્ર શ્રાવણ મહિનામાં અસાધારણ આધ્યાત્મિક મહિમાની એક યાત્રામાં જઈ રહ્યાં છે. 22મી જુલાઈ 2023 થી 08મી ઓગસ્ટ 2023 સુધી, મોરારી બાપુ 12 જ્યોતિર્લિંગ મંદિરોમાં રામ કથા પર તેમના જ્ઞાનપ્રદ પ્રવચનોથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે. યાત્રા દરમિયાન યાત્રા 3 પવિત્ર ધામો અને તિરુપતિ બાલાજી મંદિરની મુલાકાત લેવાનો લહાવો પણ મળશે. 8 રાજ્યોમાં લગભગ 12,000 કિલોમીટર નો સફર કરીને આ ગહન યાત્રા, સનાતન ધર્મની મૂળભૂત સત્વતા, ભગવાન રામના નામની મહિમા અને ભારતને એક કરતી અને તેની પરંપરાઓને મજબૂત બનાવશે.
પ્રથમ કથા 22 જુલાઈના રોજ પવિત્ર કેદારનાથમાં લગભગ 12,000 ફૂટની ઊંચાઈએ યોજાશે. જ્યોતિર્લિંગ રામ કથા ટ્રેન યાત્રા 23મી જુલાઈ 2023ના રોજ ઋષિકેશથી શરૂ થશે. મોરારી બાપુ 60 વર્ષોથી વધુ સમયથી રામ કથા સંભળાવી રહ્યા છે. આ એક અભૂતપૂર્વ આધ્યાત્મિક યાત્રા માં તેઓ 18 દિવસ સુધી અવિરતપણે ભગવાન રામના ઉપદેશો નો ફેલાવો કરશે. આ યાત્રા 08મી ઓગસ્ટ 2023ના રોજ બાપુના ગામ, તલગાજરડા, ગુજરાતમાં સમાપ્ત થશે. રામકથાના સરળ ક્ષેત્રમાં, પૂજ્ય મોરારી બાપુના પ્રવચનો રામચરિત માનસના ઉપદેશોમાં ઊંડે ઊંડે વણાયેલા છે.
આ અસાધારણ યાત્રાને સુવિધાજનક બનાવવા માટે, કૈલાશ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખાસ તૈયાર કરાયેલી ટ્રેનોમાં કુલ 1008 શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. ટ્રેનના કોચના બહારના ભાગ 12 જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય ધામો, તિરુપતિ બાલાજી મંદિર અને બાપુના ગામના દ્રશ્યો થી શણગારેલા છે.
આ પણ વાંચોઃ આંખોમાં જોવા મળતો‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી ગભરાવાની જરૂર નથી, આ વસ્તુનું રાખો ધ્યાન
રામચરિત માનસ માત્ર ભગવાન રામની બાહ્ય યાત્રાનું જ વર્ણન કરતું નથી, પણ આત્માની આંતરિક યાત્રાનું પણ વર્ણન કરે છે. તમામ દિવસો પર રામ કથા બધા માટે ખુલ્લી રહેશે, જેથી વ્યક્તિઓ યાત્રામાં કોઈપણ સ્થાનથી સીધા જ જોડાઈ શકે. આ સમાવેશી અભિગમ એકતાની ભાવનાને મજબૂત કરવાની અને જીવનના અલગ અલગ ક્ષેત્રના લોકોને આ આધ્યાત્મિક પરિવર્તનશીલ અનુભવમાં ભાગ લેવાની તક આપે છે. આયોજક દ્વારા તમામ ભક્તોને પ્રસાદ તરીકે ત્રણ સમયનું ભોજન પણ આપવામાં આવશે. શ્રાવણના શુભ મહિનામાં, તમામ જ્યોતિર્લિંગોની યાત્રા એ તમામ ઉપસ્થિતો માટે એક નોંધપાત્ર સિદ્ધિ હશે, જે યાત્રાના આધ્યાત્મિક મહત્વને વધારે છે.
મોરારી બાપુએ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રા વિષે વાત કરતા જણાવ્યું હતું કે, "આ પવિત્ર યાત્રા દ્વારા, અમારું લક્ષ્ય ભારતની વિવિધતામાં એકતા દર્શાવા અને સનાતન ધર્મની સમજને પ્રોત્સાહન આપવાનું છે. ભગવાન રામનું નામ આપણા રાષ્ટ્રના દરેક ખૂણે ગુંજતું કરીએ, અને બધા માટે શાંતિ અને સંવાદિતા ના પ્રયત્ન કરીયે.” આ કાર્યક્રમનું આયોજન ઇન્દોરના વેપારી અને મોરારી બાપુના સમર્પિત અનુયાયી શ્રી રૂપેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ આ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાને સફળ બનાવવા માટે IRCTC સાથે મળીને અથાક મહેનત કરી રહ્યા છે.
રામ કથા બહુવિધ પવિત્ર સ્થળોએ યોજવામાં આવશે જ્યારે જગન્નાથ પુરી, તિરુપતિ બાલાજી અને દ્વારકાધીશ માત્ર મુલાકાત અને દર્શન માટે હશે. યાત્રા ની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે:
આ પણ વાંચોઃ આવતીકાલથી આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની જાહેરાત
• જુલાઈ 22, 2023, કેદારનાથ, ઉત્તરાખંડ
• જુલાઈ 24, 2023, વિશ્વનાથ જ્યોતિર્લીંગ, ઉત્તરપ્રદેશ
• જુલાઈ 25, 2023, બૈદ્યનાથ જ્યોતિર્લીંગ, ઝારખંડ
• જુલાઈ 26, 2023, જગન્નાથ પુરી, ઓડિશા
• જુલાઈ 27, 2023, મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ, આંધ્રપ્રદેશ
• જુલાઈ 28 અને 29, 2023, રામેશ્વરમ જ્યોતિર્લીંગ, તમિલનાડુ
• જુલાઈ 30, 2023, તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ
• જુલાઈ 31, 2023, નાગેશ્વર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર
• ઑગસ્ટ 1, 2023, ભીમશંકર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર
• ઑગસ્ટ 2, 2023, ત્રંબકેશ્વર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર
• ઑગસ્ટ 3, 2023, ગૃષ્ણેશ્વર જ્યોતિર્લીંગ, મહારાષ્ટ્ર
• ઑગસ્ટ 4, 2023, ઓંકારેશ્વર જ્યોતિર્લીંગ, મધ્યપ્રદેશ
• ઑગસ્ટ 5, 2023, મહાકાળેશ્વર જ્યોતિર્લીંગ, મધ્યપ્રદેશ
• ઑગસ્ટ 6, 2023, દ્વારકાધીશ મંદિર, દ્વારકા
• ઑગસ્ટ 6, 2023, નાગેશ્વર જ્યોતિર્લીંગ, ગુજરાત
• ઑગસ્ટ 7, 2023, સોમનાથ જ્યોતિર્લીંગ, ગુજરાત
ઑગસ્ટ 8, 2023, તાલગજરડા (બાપુનું ગામ), ગુજરાત
આ જ્યોતિર્લિંગ રામ કથા યાત્રાનું વિશેષ મહત્વ છે કારણ કે તે "એક ભારત શ્રેષ્ઠ ભારત" ના વિઝન સાથે સંરેખિત છે, જેનો ઉદ્દેશ્ય વિવિધ પ્રદેશોની વ્યક્તિઓને જોડવાનો અને ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવાનો છે. આ યાત્રા આપણા રાષ્ટ્રની એકતા, સાંસ્કૃતિક સંવાદિતા અને સમૃદ્ધ આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે.
માત્ર 18 દિવસમાં 12,000 કિલોમીટરની યાત્રા કવર કરી તમામ જ્યોતિર્લિંગોની મુલાકાત લેવાનું જીવનભરમાં એક વખતની તક હશે. તેની સાથે, ભક્તો મોરારી બાપુના દૈનિક પ્રવચનો સાંભળી શકશે અને રામ કથામાં સમાવિષ્ટ જ્ઞાન મેળવી શકશે. યાત્રા ભગવાન રામના શાશ્વત ઉપદેશોના મહત્વને સમજાવશે, સત્ય, પ્રેમ અને કરુણા ના મૂલ્યો, જે તમામ સીમાઓને પાર કરે છે, અને ધર્મ અને નૈતિક સંહિતાના સારનો સમાવેશ કરે છે, ના સ્મૃતિપત્ર તરીકે સેવા આપશે.
મોરારી બાપુ વિશે:
મોરારી બાપુ એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને રામાયણના નિષ્ણાત છે. એમણે ભગવાન રામના ઉપદેશોનો પ્રસાર કરવા અને સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. રામાયણ પર 900 થી વધુ પ્રવચનો અને કથાઓ સાથે, મોરારી બાપુની પ્રબુદ્ધ અને આકર્ષક બોલવાની શૈલી ભારત અને વિશ્વના લાખો લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે. તેમનું ધ્યેય આધ્યાત્મિક જાગૃતિને ઉત્તેજન આપવાનું છે અને વ્યક્તિઓને સાદગી, ભક્તિ અને સચ્ચાઈમાં રહેલું જીવન જીવવા માટે પ્રેરિત કરવાનું છે. તેમની તમામ કથાઓ જાતિ, સંપ્રદાય અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના બધા માટે ખુલ્લી છે. નિયમિત પ્રથા તરીકે, કથામાં આવનાર તમામને પ્રસાદ તરીકે મફત ભોજન પીરસવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube