ઝી ન્યૂઝ/નવસારી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને એડવાઈઝરી જાહેર કરી છે. પરંતુ હાલ ગુજરાતના નવસારીમાં કોરોના કેસ વધતાં મોરારી બાપુની ચિંતા વધી ગઈ છે. વધતા કેસ સામે મોરારી બાપુએ ચિંતા વ્યક્ત કરીને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ 2 દિવસ અગાઉ અપીલ કર્યા બાદ આજે નવસારીમાં કાર્યરત માનસ ગૌરી સ્તુતિ કથામાં મોરારી બાપુએ તમામને સાવચેતી રાખવા અપીલ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષ જૂના કેસમાં જિગ્નેશ મેવાણી, રેશમા પટેલ સહિત 10 નિર્દોષ જાહેર, જાણો શુ હતો કેસ


નવસારીમાં મોરારી બાપુની માનસ કામકથા ચાલી રહી છે. જેમાં આવતીકાલે તેમનો છેલ્લો દિવસ છે. ત્યારે મોરારી બાપુએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરતાં કહ્યું કે કથામાં મારો કાલે છેલ્લો દિવસ છે. પણ એડવાન્સમાં કહેતો જાઉં છું કોરોના સામે સાવચેતી રાખજો. હાલ નવસારીમાં 7 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે દૈનિક 500 જેટલા દર્દીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. નવસારીમાં કાર્યરત માનસ રામકથાના વ્યાસ પીઠ પરથી મોરારીબાપુએ સાવચેતી રાખવા અપીલ કરી છે. 


જયસુખ પટેલ જેલમાંથી બહાર નીકળશે કે નહિ જેલમા રહેશે, શુક્રવારે લેવાશે નિર્ણય


મહત્વનું છે કે, જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ 7, દરરોજ 500 જેટલા દર્દીઓના RT-PCR ટેસ્ટ થાય છે. આરોગ્ય વિભાગે શહેરીજનોને શરદી ખાસીના લક્ષણો સામે ટેસ્ટ કરવાની અપીલ કરી છે. આરોગ્ય વિભાગે RT-PCR ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે.


ગુજરાત સરકારની લાલિયાવાડી : કેગના અહેવાલમાં સરકારના અણઘડ વહીવટનો પર્દાફાશ


ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં પણ કોરોનાના હાલ કેસ વધી રહ્યા છે. એક્ટિવ કેસ 7 છે જેમાં ગઈકાલે 2 દર્દીઓ સાજા થયા છે. આરોગ્ય વિભાગે દરરોજ 500 નજીક RT-PCR ટેસ્ટ કરી રહ્યું છે. જેથી કેસ ડીટેક્ટ થઈ શકે. હાલમાં બેવડા વાતાવરણનો અનુભવ લોકો કરી રહ્યા છે જેમાં શરદી ખાંસી સહિત વાઇરલ ફીવરના કેસમાં સામાન્ય રીતે વધારો થતો હોય છે. તેવામાં કોરોના કેસ પણ સમકક્ષ ધીમી ગતિએ વધી રહ્યા છે. જો તકેદારી લેવાઈ તો કેસનો વધતો આંક રોકી શકાય તેમ છે. 


UPI: શું એક એપ્રિલથી UPI દ્વારા લેવડદેવડ મોંઘી થશે? NCPI એ શું કહ્યું તે ખાસ જાણો