હિતલ પારેખ/ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં આજે મોરારીબાપુના નામે અનાજ લઈ જવા મુદ્દે હોબાળો થયો હતો. મોરારીબાપુના નામે સસ્તુ અનાજ લઈ જવાતો હોવાનો આક્ષેપ આજે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ભાજપે મોરારી બાપુના નામનો ઉલ્લેખ થતા ખુદ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી હતી. ત્યારે અનાજ સગેવગે કરવાના મામલે ગૃહમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા.


આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરી સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ ઉપાડવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, મોરારીબાપુ જેવા પાસપોર્ટ ધરાવતા લોકો ગરીબ હોવાનો કહીને તેમના નામે અનાજ ઉપાડવામાં આવે છે. આ મામલે સીધો હોબાળો થયો હતો અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. નાયબ મઉખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમના જેવા સંતાના નામ આવ્યું છે, ત્યારે તમારી માનસિકતા હિન્દુ વિરોધી છે. આવી વાતના પુરાવા રજૂ કરવા જોઈએ. રજૂ કર્યા બાદ જ આવી વાત કરો. 


જે રાઈડમાં મોતનો ખેલ રચાયો, તેનો સંચાલક ઘનશ્યામ પટેલ ભાજપના પૂર્વ કોર્પોરેટરનો ભાઈ છે


Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસામાં પહોંચી જાય છે હજારો પર્યટકો


અંતે અધ્યક્ષે દરમિયાનગીરી કરીને મામલે થાળો પાડ્યો હતો. હોબાળો ચાલુ રહેતા તેમણે આગળનો પ્રશ્ન આગળ ધપાવ્યો હતો. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, હિન્દુસ્તાનમાં રહેતા તમામ હિન્દુ છે. તેણે આનંદ ચૌધરીને પ્રશ્ન પાછો ખેંચી લેવા માટે કહ્યું હતું અને કોંગ્રેસના MLAને આ પ્રશ્ને ઇસ્યુ ન બનાવવા સૂચવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :