ઓ પી કોહલીના સ્થાને આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ

ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે. તેઓ RSSની નજીકના ગણાય છે. ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. 

ઓ પી કોહલીના સ્થાને આચાર્ય દેવવ્રત બનશે ગુજરાતના નવા રાજ્યપાલ

હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :ગુજરાતના નવા રાજ્યપાલની જાહેરાત કરવામાં આવી છે. આચાર્ય દેવવ્રતને ગુજરાત રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત હાલ હિમાચલ પ્રદેશના ગવર્નરપદે કાર્યરત છે. તેઓ RSSની નજીકના ગણાય છે. ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂરો થતા ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રતની નિયુક્તિ કરવામાં આવી છે. 

https://lh3.googleusercontent.com/-cNsvM49QZJU/XSw9FaLozaI/AAAAAAAAILk/nIRvKtgNU50DQnWI241EsrWGpgKmVOZQACK8BGAs/s0/Acharya_Devvrat_PM.JPG

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હિમાચલના પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં છે. તો ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવ્યા છે. 

કોણ છે આચાર્ય દેવવ્રત
ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાચાર્ય ડો.દેવવ્રત આચાર્ય ભાજપના સક્રિય સદસ્ય હતા. તેમનુ કોઈ રાજનીતિ કરિયર ન હતું. આર્ય સમાજી હોવાને કારણે તેમના પ્રૂવ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે સારા સંબંધ હતા. તેથી તેમને હિમાચલના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમના યોગગુરુ રામદેવ બાબા સાથે પણ સારો પરિચય છે. તેમના હિમાચલના રાજ્યપાલ બનાવવા પર માનવામાં આવ્યું હતું કે, રામદેવ બાબાની ભલામણથી જ તેઓ હિમાચલના રાજ્યપાલ બન્યા હતા. રામદેવ તેમને વિધાનસભા ઈલેક્શનમાં થાનેસરથી ટિકીટ અપાવવા માંગતા હતા. 

Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસામાં પહોંચી જાય છે હજારો પર્યટકો

  • 12 ઓગસ્ટ 2015 એ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો 
  • રાજ્યપાલ બનવા પહેલા આચાર્ય દેવવ્રત હરિયાણાના કુરુક્ષેત્રના ગુરુકુળના પ્રધાનાચાર્ય હતા 
  • 18 જાન્યુઆરી 1959, સમાલખા હરિયાણામાં જન્મ થયો હતો 
  • હાલ પણ હરિયાણાની ગુરુકુલના પ્રધાનાચાર્ય છે 
  • સામાજિક જીવનમાં આર્ય સમાજના પ્રચારક પણ રહી ચૂક્યા છે 
  • હિમાચલના રાજ્યપાલ બન્યા બાદ તેમણે ડ્રગ અબ્યુસ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરી યોગ્ય પગલાં ભરવાનો નિર્ણય લીધો હતો
  • ભ્રૂણ હત્યા અને બેટી બચાઓ બેટી પઢાઓ યોજના સાથે લાંબા સમયથી જોડાયેલ છે

શિક્ષણ ક્ષેત્રને વધુ સારુ બનાવવા માટે તેમણે 19 જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. જેમાં ભારત જ્યોતિ એવોર્ડ, અમેરિકન મેડલ ઓફ ઓનર પણ સામેલ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની ડિ્ગરી પ્રાપ્ત કરનારા દેવવ્રત વેદ પ્રચાર માટે સ્વિત્ઝરલેન્ડર, નેધરલેન્ડ, હોલેન્ડ, ફ્રાન્સ, ઈંગ્લેન્ડ, ઈટલી, વેટિકન સિટી, નેપાળ અને ભૂટાન જેવા અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે. તેઓ માને છે કે, મેં સમાજસેવાને મારો ધર્મ માનીને કામ કર્યું છે. દેશની સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગુરુકૂળમાં યુવા શક્તિને તૈયાર કરવી જોઈએ. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news