ભાવનગર: બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર (Dilip Kumar) આપણી વચ્ચે રહ્યા નથી. 98 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી હિન્દી સિનેમા (Hindi Cinema) ના એક યુગનો અંત થઈ ગયો છે. બુધવારે સવારે આશરે 7.30 કલાકે દિલીપ કુમારનું હોસ્પિટલ (Hospital) માં નિધન (Death) થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલીપ કુમારના નિધન (Death) બાદ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. લોકો સોશિયલ મીડિયા પર અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ.મોરારીબાપુએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને અને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

અનોખો સેવાયજ્ઞ: કોરોનામાં મૃતાત્માઓના અસ્થિ વિસર્જન અને વરૂણ દેવને રીઝવવા કરાયો યજ્ઞ


વ્યક્તિગત રીતે મારા માટે આદરણીય અને પરમ સ્નેહીશ્રી. દિલીકુમાર (Dilip Kumar) સાહેબ શતાયુ થતાં થતાં આપણી વચ્ચેથી વિદાય થયા એ સમાચાર આજે સવારે સાંભળવા મળ્યા.


વ્યકિતગત મુલાકાતોમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે એમની ઇન્સાનિયત અને એમનાં સદ્દભાથી હું પરીચિત રહયો છું. ચલચિત્ર જગતનાં એક મહાન ચરિત્ર નાયકને મારી હૃદયની શ્રદ્ધાંલિ. એમનાં નિર્વાણને મારાં પ્રણામ. આદરણીયા સાયરાજીની સેવાને પણ સલામ.

Hospital ના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા


હું  ઘણીવાર તેમને તેમના નિવાસ સ્થાને મળ્યો હતો, હનુમાન જયંતિ એ એવોર્ડ આપી વંદના કરી હતી, ખરાબ તબિયતને કારણે પણ તેઓ આવી શક્યા ન હતા પણ અમે ત્યાં જઈને એવોર્ડ અર્પણ કર્યો હતો. 


દિલીપ કુમારના અંતિમ દર્શન કરવા માટે અનેક અભિનેતાઓ અને રાજનેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતા. દિલીપ કુમાર (Dilip Kumar) ને મુંબઈ (Mumbai) ના જૂહુ કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube