અનોખો સેવાયજ્ઞ: કોરોનામાં મૃતાત્માઓના અસ્થિ વિસર્જન અને વરૂણ દેવને રીઝવવા કરાયો યજ્ઞ

દર વર્ષે સરેરાશ 7 થી 8 હજાર લોકોના અસ્થિ એકત્રિત થતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લઈને 15 હજાર જેટલા અસ્થિ એકત્રિત થયા છે.

અનોખો સેવાયજ્ઞ: કોરોનામાં મૃતાત્માઓના અસ્થિ વિસર્જન અને વરૂણ દેવને રીઝવવા કરાયો યજ્ઞ

સાગર ઠાકર, જુનાગઢ: હિન્દુ (Hindu) વિધિ મુજબ મૃત્યુ બાદ માણસના અસ્થિનું પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવે છે. જૂનાગઢ (Junagadh) મનપા સંચાલિત સોનાપુરી સ્મશાનગૃહ ખાતે છેલ્લા 18 વર્ષથી અસ્થિ વિસર્જન માટે નિઃશુલ્ક સેવાકાર્ય થકી માનવતાનું કાર્ય થઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય (MLA) અને પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂ (Mahendra Mashru) નિઃશુલ્ક સેવા કરી રહ્યા છે. 

મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર કરીને સ્વજનો થોડા અસ્થિ સાથે લઈ જાય છે અને પવિત્ર જળમાં તેનું ધાર્મિક વિધિ મુજબ વિસર્જન કરે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગંગા સૌથી પવિત્ર નદી છે અને તેમાં અસ્થિ વિસર્જનનું મહત્વ છે. દરેક લોકો ગંગાજી (Ganga) માં અસ્થિ વિસર્જન માટે જઈ શકે તે માટે સક્ષમતા અને અનુકુળતા નથી હોતી. તેથી સ્મશાનમાં એક અસ્થિકુંભ રાખવામાં આવ્યો છે અને દર વર્ષે તેમાં એકત્રિત થયેલા અસ્થિનું હરીદ્વાર ગંગાજીમાં ધાર્મિક વિધિ મુજબ વિસર્જન કરવામાં આવે છે.

દર વર્ષે સરેરાશ 7 થી 8 હજાર લોકોના અસ્થિ એકત્રિત થતા હતા પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લઈને 15 હજાર જેટલા અસ્થિ એકત્રિત થયા છે. સર્વોદય બ્લડ બેંક દ્વારા અસ્થિ ગંગાજી (Ganga) માં વિસર્જન કરતાં પહેલાં જાહેર જનતાના દર્શનાર્થે રાખવામાં આવે છે. આજથી બે દિવસ સુધી 15 હજાર અસ્થિ લોકો માટે પૂજન અને દર્શન અર્થે રાખવામાં આવ્યા છે. ત્યારબાદ 11 જૂલાઈના રોજ તેનું હરીદ્વારા ખાતે ધાર્મિક વિધિ સાથે વિસર્જન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news