હિમાંશુ ભટ્ટ/મોરબી :“મન હોય તો માળવે જવાય..” આ કહેવતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી 82 વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે. ઢળતી ઉંમરે તેમણે ક, ખ, ગ, ઘ લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મોરબીના અમૃત બાએ ધાર્મિક રુચિ રાખવા પહેલા વાંચન અને બાદમાં લેખન શરૂ કર્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ મોરબીના ભડિયાદ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી ગિરધરભાઈ આદ્રોજાના પત્ની અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજા 82 વર્ષના છે. તેઓએ નાનપણમાં અભ્યાસ કર્યો ન હતો, જેથી તેમણે લખતા કે વાંચતાં આવડતું ન હતું. જો કે, વર્ષ 2017 તેમને એવો વિચાર આવ્યો કે, ખાલી બેસીને શું કરવું, તો લખવા અને વાંચવાનું કામ કરવુ. જેથી પછી તેમને મક્કમ રીતે અભ્યાસ શરૂ કર્યો. બાલવડીના ભૂલકાઓની જેમ જ પહેલા ક, ખ, ગ, ઘ લખીને અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કર્યું હતું અને બાદમાં કક્કો અને બારખડીથી શરૂઆત કરી. માત્ર છ મહિનામાં જ બાએ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.


આ પણ વાંચો : યુવરાજસિંહ જાડેજાની ગાડીમાં લાગ્યો હતો કેમેરો, પોલીસ પર ગાડી ચડાવવાની આખી ઘટના કેદ 


તમે ક્યારેય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ક્રિકેટ રમતા જોયા છે? ન જોયા હોય તો જુઓ આ વીડિયો


આ ઉંમરે અમૃત બાને લખતા-વાંચતા કરવા પાછળ તેમના પતિનો રોલ છે. પતિએ તેમને પહેલા લખવા માટે ટેબલ લાવી દીધું, વાંચતા આવડી ગયુ તો મોબાઈલ અપાવ્યો. સફળ પત્નીની પાછળ એક પતિનો હાથ હોય છે, તેમ જ અમૃત બાના ભણતર પાછળ તેમના પતિનો હાથ છે. 


એકવાર લખતા આવ્યુ એટલે અમૃતબેને ‘ઓમ નમઃ ભગવતે વાસુદેવાય’ મંત્ર લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩૦૦ પાનાની એક બુક જેમાં એક પાનામાં ૩૨ મંત્રો આમ કુલ મળીને અત્યાર સુધીમાં ૬ બુક તેને મંત્રથી ભરી દીધી છે. 31 માર્ચ 2022 સુધીમાં તેઓએ 1.25 લાખ મંત્ર લખ્યા છે અને આ મંત્ર લખેલી બૂકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારે માતાજીએ તેમણે ડોંગરેજી મહારાજનું ‘ભાગવત’ પ્રસાદીમાં આપ્યું હતું.