મોરબી :  જીલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા અને મોરબી જીલ્લાના પોલીસ હેડ કવાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા પોલીસ જવાને પોતાના લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક અનિલ દાનાભાઈ ડાભી નામના આ જવાનને ચૂંટણીની ફરજમાં આવેલા ખર્ચના ઓબ્જર્વર સાથે મૂકવામાં આવ્યો હતો જેથી તેની પાસે સર્વિસ પિસ્તોલ હતી. જેના પગલે પોતાના જ લમણે ગોળી મારીને તેને ગત મોડી રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં તેના ઘરે સાપકડા ગામે આપઘાત કરી લેતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG વાહન ચાલકો માટે ખુશીની ખબર, હવે લાઇનમાં કલાકો ઉભા રહેવું નહી પડે


હળવદના સાપકડા ગામે રહેતા પોલીસ જવાન અનિલ દાનાભાઈ ડાભી (૨૮) કે જે મોરબી જિલ્લા પોલીસમાં હેડ કવાટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં મોરબીમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં મૂકવામાં આવેલા ખર્ચના ઓબઝર્વર સાથે તેઓની સલામતી માટે સરકારી હથિયાર સાથે મૂકવામાં આવ્યા હતા. દરમ્યાન તેમણે ગઇકાલના તેના ગામ હળવદના સાપકડા મુકામે રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં તેના રૂમમાં તેની પાસે રહેલ સર્વીસ પિસ્તોલમાંથી માથાના ભાગે લમણે ગોળી મારી આપઘાત કરી લીધો છે. જેથી નાના એવા ગામમાં અને સમગ્ર જીલ્લામાં ચકચાર મચી જવા પામી છે.


ધોરણ 10ની પરીક્ષામાં શંકાસ્પદ ઈન્ટરનલ માર્ક આપવા મામલે તપાસ શરૂ


આપઘાતના આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો અને પરીવારજનો અનિલના રૂમમાં ગયા હતા ત્યારે તે લોહી નીતરતી હાલતમાં મળી આવ્યા હતા. પિસ્ટલમાંથી ગોળી એકદમ નજીકથી મરવામાં આવી હોવાથી માથાના આરપાર ગોળી નીકળી ગઈ હતી. દરવાજામાંથી ગોળી બહાર સુધી ગઈ હોવાનું ઘરના લોકોએ જણાવ્યુ છે. મૃતક જવાન અનિલ ડાભીના પરીવારજનોમાં માઁ-બાપ એક ભાઈ, એક બેન છે. અનિલના લગ્ન બે વર્ષ પુર્વે લખતરના ધણાદ ગામે થયા હતા. અનિલ ડાભીએ પ્રેમ લગ્ન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તેના પત્ની પીયરમાં છે તેવું પણ પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. જો કે આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે હજુ સ્પષ્ટ થયું નથી. આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, હળવદ પી.આઈ પી.એમ. દેકાવાડીયા સહિતના તેના ઘરે પહોચી ગયા હતા.


આ 6 વર્ષનો અમદાવાદી છે ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન


મોરબી જીલ્લામાં પોલીસ જવાને પોતાના જ ઘરમાં પોતાની જ સર્વીસ પિસ્તોલમાંથી માથાના ભાગે લમણે  ગોળી ધરબીને આપઘાત કરી લેતા નાના એવા સાપકડા ગામ અને મોરબી પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ખાસ કરીને ચૂંટણી ફરજમાં રોકાયેલ જવાને આપઘાત કર્યો હોવાથી અનેક તર્ક વિતર્ક થઈ રહયા છે. આ જવાનની પત્ની હાલમાં માવતરે હોવાથી અનિલ ડાભીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube