Jitu Somani ના આક્ષેપ પર મોહન કુંડારીયાનો જડબાતોડ જવાબ, કહ્યું- `તમારા આક્ષેપ તમને મુબારક`
મોરબી ભાજપ પ્રમુખ (Morbi BJP President) તેમજ ત્યાંના રહેવાસી અને રાજકોટના સાંસદ (Rajkot MP) મોહનભાઈ કુંડારીયા ઉપર જીતુભાઈ સોમાણીએ ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, મોહનભાઈ `મારી હત્યા કે જીવલેણ અકસ્માત કરાવી શકે તેમ છે`
હિમાંશુ ભટ્ટ/ મોરબી: મોરબી ભાજપ પ્રમુખ (Morbi BJP President) તેમજ ત્યાંના રહેવાસી અને રાજકોટના સાંસદ (Rajkot MP) મોહનભાઈ કુંડારીયા ઉપર જીતુભાઈ સોમાણીએ ગઈકાલે ગંભીર આક્ષેપ કર્યો હતો અને કહ્યું હતું કે, મોહનભાઈ 'મારી હત્યા કે જીવલેણ અકસ્માત કરાવી શકે તેમ છે'. ત્યારે જીતુભાઈના (Jitu Somani) આક્ષેપ બાદ મોરબી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જો કે, જીતુભાઈના આક્ષેપનો જવાબ આપતા મોહનભાઈ કુંડારીયાએ (Mohan Kundaria) આજે કહ્યું છે કે, પોતે કરેલી ભૂલોને છૂપાવવા માટે બીજા માર્ગે ધ્યાન દોરવા હાલમાં આક્ષેપ (Allegations) કરવામાં આવ્યા છે. જો કે, તેમણે કરેલા આક્ષેપો તેમને જ મુબારક છે.
મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને (BJP President) જિલ્લા ભાજપ પ્રમુખે નોટિસ આપતા રાજકારણ ગરમાયું છે. વાંકાનેરના લોહાણા સમાજના કદાવર નેતા જીતુભાઈ સોમાણીએ (Jitu Somani) જિલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપર (Mohan Kundaria) આક્ષેપ (Allegations) સાથેનો લેટર બોમ્બ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમા લખ્યું છે કે, ગુજરાત પ્રદેશ ભાજપે (BJP) નક્કી કરેલ ટિકિટ ફાળવણી માટેની ગાઈડ લાઇનનો ભંગ માળીયા નગરપાલિકામાં (Municipality) થયો હોવા છતાં ત્યાં કેમ નોટિસ નહી? અગાઉ માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી તેમ છતાં તેઓની સામે કેમ કોઈ પગલા લેવામાં આવ્યા નથી? અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ મોહનભાઇ કુંડારીયાએ અગાઉ ધમકી આપી હતી અને તેઓ જીતુભાઈ સોમાણીને મારી નાખશે અને બનાવ અકસ્માતમાં ખપાવી દેશે તેવો ભય વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો:- સૌરાષ્ટ્રવાળા ઉનાળો કેવી રીતે કાઢશે? 1000 જેટલા તળાવો-ચેકડેમો કોરાકટ થઈ ગયા
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Election) યોજાઈ તેમાં વાંકાનેર નગરપાલિકાના ભાજપના (BJP) સત્તાવાર ઉમેદવારનું ફોર્મ ક્ષતિના કારણે રદ કરવામાં આવ્યુ હતું અને ડમી ઉમેદવાર તરીકે જીતુભાઈ સોમાણી (Jitu Somani) હતા. જે ચુંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર બની ગયા હતા અને તે ચૂંટણી લડ્યા હતા. તેઓ તેમની પેનલ સાથે વાંકાનેરમાં વિજેતા બન્યા છે. ત્યારે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ત્યારબાદ મોહનભાઇ (Mohan Kundaria) ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- Rajkot માં ગેંગવોર! બહેનની બાતમી આપનારને પથ્થરના ઘા મારીને હત્યા અને પછી...
સાંસદ મોહનભાઇ કુંડારીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૩૫ વર્ષથી હું રાજકારણમાં છું અને આજ સુધીમાં મોરબી નગરપાલિકાથી લઈને સંસદ સુધીની અને રાજય તેમજ કેન્દ્રના મંત્રી તરીકેની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે મારા મત ક્ષેત્રની અંદર અવતા કાર્યકર્તાઓ અને મતદારોને પૂછો તો સાચી હક્કિત સામે આવે કે મારો સ્વભાવ કેવો છે અને ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર એક પણ ભાજપના આગેવાન કે કાર્યકર્તાને વાંધો ન હોય તો જીતુભાઈને મારી સાથે કેમ વાંધો છે તે સૌથી મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો:- Rajkot: જ્યોતિષ વિદ્યાના નામે લોકોને મુર્ખ બનાવતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો
જીતુભાઈ સોમાણીએ ગત ચૂંટણીમાં જે ભૂલ કરી છે તેને છુપાવવા માટે અને હાલમાં બીજા માર્ગે આખો બનાવ લઈ જવાનો પ્રયાસ છે. તેઓએ પાર્ટી સાથે દ્રોહ કરીને ચૂંટણી લડી છે તેની સામે મને કોઈ વાંધો નથી પરંતુ જલારામબાપા તેઓને સત્ય બોલવાની પ્રેરણા આપે તેવી તેમણે લાગણી વ્યક્ત કરી છે અને તેમના ઉપર કરવામાં આવેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો:- જૂનાગઢની મહિલાઓને જાણો ક્યાંથી મળી પ્રેરણા, આ કામથી ઉભો કર્યો રોજગાર
વાંકાનેર શહેર ભાજપના પ્રમુખને જીલ્લા ભાજપના પ્રમુખ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. ત્યારબાદ વાંકાનેરના ભાજપના કદાવર નેતા જીતુભાઇ સોમાણીએ જીલ્લા ભાજપના પ્રમુખને નોટીસ આપી છે અને તેમાં ગંભીર આક્ષેપ કરેલા છે. જેથી કરીને મોરબી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે જો કે આગામી દિવસોમાં પક્ષ દ્વારા કોની સામે અને કેવા પગલાં લેવામાં આવે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube