Rajkot: જ્યોતિષ વિદ્યાના નામે લોકોને મુર્ખ બનાવતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો

શહેર 10 વર્ષથી દોરા ધાગા અને જ્યોતિષ (Astrologer) વિધિથી ઉતારનું કામ કરનારા જ્યોતિષી (Astrologer) અશ્વિન મહેતાના ગોરખધંધાનો ભારતીય વિજ્ઞાન જાથાની ટીમ તથા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજકોટનાં વકીલ સાથે છેતરપિંડી કરતા જ્યોતિષી (Astrologer)ને પોલ ખોલી છે. રાજકોટમાં ત્રણ માસથી નાસતો ફરતો જ્યોતિષી (Astrologer) આખરે પકડાતા લોકઅપનો અનુભવ થતા જ બધા જ જ્યોતિષ (Astrologer) નિકળી ચુક્યા છે. લગ્નમાં બે વાર નિષ્ફળ અશ્વિન મહેતા જ્યોતિષ (Astrologer) વિદ્યા કામ આવી નહોતી. પોલીસ દ્વારા તેને ઝડપી લેવાયો હતો. 
Rajkot: જ્યોતિષ વિદ્યાના નામે લોકોને મુર્ખ બનાવતા એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો

રાજકોટ : શહેર 10 વર્ષથી દોરા ધાગા અને જ્યોતિષ (Astrologer) વિધિથી ઉતારનું કામ કરનારા જ્યોતિષી (Astrologer) અશ્વિન મહેતાના ગોરખધંધાનો ભારતીય વિજ્ઞાન જાથાની ટીમ તથા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. રાજકોટનાં વકીલ સાથે છેતરપિંડી કરતા જ્યોતિષી (Astrologer)ને પોલ ખોલી છે. રાજકોટમાં ત્રણ માસથી નાસતો ફરતો જ્યોતિષી (Astrologer) આખરે પકડાતા લોકઅપનો અનુભવ થતા જ બધા જ જ્યોતિષ (Astrologer) નિકળી ચુક્યા છે. લગ્નમાં બે વાર નિષ્ફળ અશ્વિન મહેતા જ્યોતિષ (Astrologer) વિદ્યા કામ આવી નહોતી. પોલીસ દ્વારા તેને ઝડપી લેવાયો હતો. 

મુળ ધોરાજીનો વતની અને રાજકોટના ગોપાલનગરમાં રહેતા વકીલ અશ્વિન નાનજીભાઇ ગોહિલે આ જ્યોતિષ (Astrologer)નો કડવો અનુભવ થયો હતો. તેઓએ પોતે આપેલી રકમ પરત માંગતા અશ્વિન મહેતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. ત્યાર બાદ તેણે જે મન પડે તે કરી લેવાની ધમકી આપી હતી. જો કે આખરે તે વકીલે વિજ્ઞાન જાથાની મદદ લીધી હતી. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સમક્ષ વકીલ અશ્વિન ગોહિલે હકીકત જણાવી હતી. બીજા વ્યક્તિ સાથે છેતરપિંડી ન થાય તે માટે રજુઆત કરી હતી. જાથાએ માહિતીના આધારે ખરાઇ કરવાનું નક્કી કર્યું હતું. 

ત્યાર બાદ જાથાના બે કાર્યકરો દ્વારા મોરબી રોડ પર બાપા સિતારામ સોસાયટી પાસે રહેતા જ્યોતિષ (Astrologer) અશ્વિન મહેતાએ ઘરે તપાસ કરી હતી. જેમાં અશ્વિન જ્યોતિષ (Astrologer) વિદ્યાના નામે અનેક લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે પુછાતા તે ઉતાર વિધિ કરતો હોવાનો, માતાજીના મઢમાં તાંત્રિક વિધીની વસ્તુઓ મુકવી, મેલી વિદ્યાનો છાયો, પિતૃ, ગ્રહ નડતર નિવારણ, વગેરે વિધિઓ કરતો હતો. લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. જેના પગલે વિજ્ઞાન જાથા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news