Morbi Bridge Tragedy: મોરબી દુર્ઘટનામાં શાહમદાર પરિવાર પર દુખનો ડુંગર તૂટી પડ્યો, સાત લોકો ગુમાવ્યા
Morbi Bridge Collapse: રવિવારે મોરબીમાં તૂટેલા બ્રિજની દુર્ઘટના બાદ સતત દુખદ સ્ટોરી સામે આવી રહી છે. આ દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાના પરિવાર ગુમાવી દીધા છે. આ દુર્ઘટનામાં એક પરિવારના સાત લોકોના મોત થયા છે.
મોરબીઃ મોરબીમાં રવિવારે સાંજે ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 136 જેટલા લોકોના મોત થયા છે. અનેક પરિવારોનો માળો વિખાય ગયો છે. મોરબીમાં રવિવારે થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ત્યારે મોરબીના ભોયવાળા વિસ્તારની અંદર રહેતા શાહમદાર પરિવારના કુલ મળીને સાત સભ્યોના મોત નિપજ્યા હતા જેથી કરીને આ પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે
એક પરિવારે સાત લોકો ગુમાવ્યા
મોરબીમાં રવિવારની સાંજે લોકો ફરવા ફરવા માટે ઝૂલતા પુલ ઉપર પોતાના પરિવાર સાથે ગયા હતા આવી જ રીતે મોરબીના ભોયવાળા વિસ્તારની અંદર રહેતો શાહમદર પરિવાર પણ ત્યાં પોતાના પરિવારજનો સાથે ફરવા માટે ગયો હતો ત્યારે સ્થળ ઉપર અચાનક ધડાકા ભેર પુલ તૂટી પડ્યો હતો જેના કારણે એક જ પરિવારના કુલ મળીને સાત સભ્યો જેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે. તેના મૃત્યુ નીપજ્યા હતા અને એક મહિલાનો બચાવ થયો હતો.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીનો ભીંડી પરિવાર હોમાયો, ક્યાં ખબર હતી કે અહીં મોત...VIDEO
આ ઉપરાંત રેસ્ક્યુ ઓપરેશન અંગે પણ વાતચીત કરવામાં આવી છે, કલેકટરના જણાવ્યા મુજબ 17 લોકો સારવાર હેઠળ છે, 135 લોકોના મોત થયા છે, એક વ્યક્તિ હજુ પણ ગુમ છે, જે વ્યક્તિ ગુમ છે તે પંજાબનો રહેવાસી છે, મોરબી વહીવટીતંત્ર તેના પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને તમામ વિગતો મંગાવવામાં આવી રહી છે. NDRF, આર્મી, ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીઓ સહિત 18 બોટ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં તૈનાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube