ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીનો ભીંડી પરિવાર હોમાયો, ક્યાં ખબર હતી કે અહીં મોત ખેંચીને લાવશે!

Morbi Bridge Collapse: મોરબીમાં ઘણા પરિવારો ઝુલતો પુલ તૂટી પડવાના કારણે વેરવિેર થઈ ગયા છે. અત્યારે જો વાત કરીએ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ ગોલ્ડન માર્કેટમાં રહેતા ભીંડી પરિવારની તો એક જ પરિવારના ચાર સભ્યો જ હતા.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીનો ભીંડી પરિવાર હોમાયો, ક્યાં ખબર હતી કે અહીં મોત ખેંચીને લાવશે!

હિમાંશું ભટ્ટ/મોરબી: વેકેશનમાં ફરવા નીકળેલા અનેક લોકોના મોત મોરબીની હોનારતમાં લખાયા હતા. આ બ્રિજ મોતનો બ્રિજ બની ગયો. વેકેશન હોવાથી અનેક લોકો બહારથી પુલ પર આવ્યા હતા, તેમને ક્યા ખબર હતી કે અહી તેમનુ મોત તેમને ખેંચીને લાવ્યું છે. મોતનો આંકડો 135 એ પહોંચી ગયો છે. અનેક પરિવારોમાં લાશોના ઢગલા પડ્યા હતા. 

મોરબીમાં ઘણા પરિવારો ઝુલતો પુલ તૂટી પડવાના કારણે વેરવિેર થઈ ગયા છે. અત્યારે જો વાત કરીએ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ ગોલ્ડન માર્કેટમાં રહેતા ભીંડી પરિવારની તો એક જ પરિવારના ચાર સભ્યો જ હતા. તે ચારે એક સાથે આ દુર્ઘટનામાં અવસાન પામ્યા છે. જેથી કરીને પરિવાર આખો પૂરો થઈ ગયો છે તેમ કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.

— Zee 24 Kalak (@Zee24Kalak) November 2, 2022

મોરબીનો ઝુલતો પુલ રવિવારે સાંજે તૂટી પડતા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સરકારી આંકડા મુજબ 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ ગોલ્ડન માર્કેટમાં રહેતા ભાવેશભાઈ ભીંડી, તેના પત્ની મીતાબેન ભીંડી, દીકરી ધ્રુવી ભીંડી અને દીકરાનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી કરીને એક જ પરિવારના જે ચાર સભ્યો ત્યાં ગોલ્ડન માર્કેટમાં રહેતા હતા તે આંખો પરિવાર આ દુર્ઘટનાના કારણે પૂરો થઈ ગયો છે. તેવું તેમના અન્ય સ્વજનો અને આસપાસમાં રહેતા લોકોએ જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news