ગૌરવ પટેલ, અમદાવાદઃ રવિવારે મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાત સહિત દેશમાં પડ્યા છે. ઝૂલતો પુલ તૂટવાને કારણે બાળકોએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. રાજ્ય સરકારે કમિટી રચી છે અને બ્રિજ શા કારણે તૂટ્યો તેની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લેવાની માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું બોલ્યા શંકરસિંહ વાઘેલા
મોરબી દુર્ઘટના પર શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી સુઓમોટો લેવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે રાજ્યની સરકાર ગુજરાતની પ્રજાને મુર્ખ બનાવવા ટેવાયેલી છે. તેમણે કહ્યું કે બધા લોકો પર કેસ દાખલ કરવામાં આવે. તેમણે સવાલ ઉઠાવ્યો કે કેપેસિટી કરતા વધુ લોકોને જવાની મંજૂરી કોણે આપી હતી. તેમણે કહ્યું કે દર વર્ષે ટિકિટનો ભાવ 2 રૂપિયા વધારવાની મંજૂરી સાથે બ્રિજનું સંચાલન ઓરેવા કંપનીને સોંપવામાં આવ્યું હતું. 


પોલીસ માત્ર ટિકિટ ફાડનારની ધરપકડ કરે છે
શંકરસિંહે કહ્યુ કે ઓરેવા કંપનીએ 10 વર્ષ પુલ ચલાવવાનો દાવો કર્યો અને પુલ ખુલ્લો મુકીને લોકોને આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસ પર દયા આવે છે કે તે ટિકિટ ફાડનારની ધરપકડ કરે છે. તેમણે કહ્યું કે બાજુમાં રહેતા તરવૈયાએ લોકોને બચાવ્યા હતા. શંકરસિંહે મોટો આરોપ લગાવતા કહ્યું કે આ કુદરતી નહીં માનવ સર્જિત હોનારત છે. 


મોરબી દુર્ઘટનામાં શાહમદાર પરિવાર પર દુખનો ડુંગર તૂટી પડ્યો, સાત લોકો ગુમાવ્યા


તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજા 25 વર્ષથી લોકોના માર્કેટિંગથી મુર્ખ બની રહી છે. આ લોકો માટે આફત નહીં અવસર છે. તેમણે કહ્યું કે કઈ ભાષાનો ઉપયોગ કરવો એ લોકોને ભાન નથી. તેમણે મોટો આરોપ લગાવતા કહ્યું કે પ્રધાનમંત્રીના પદને પટ્ટાવાળાનું પદ બનાવી દીધુ છે. તેમણે કહ્યું કે આજે રાજીનામુ માંગવાનો કોઈ અર્થ નથી. આ સરકાર બે મહિના પછી રહેવાની નથી. તેમણે કહ્યું કે રાજીનામું માંગવાથી જે લોકોનું અવસાન થયું છે તે પરત આવશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube