મોરબી: પેટાચૂંટણી માટે ભાજપે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા ત્યાં તો એક પોસ્ટરે વિવાદ સર્જ્યો
ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે હજુ ભાજપે ઉમેદવારે જાહેર કર્યા નથી ત્યાં તો મોરબીનું પોસ્ટ ચર્ચામાં આવી ગયું છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ઉમેદવારની જાણે જાહેરાત કરાઈ હોય તેવું પોસ્ટરમાં જણાઈ રહ્યું છે.
હિમાંશુ ભટ્ટ, મોરબી: ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી માટે હજુ ભાજપે ઉમેદવારે જાહેર કર્યા નથી ત્યાં તો મોરબીનું પોસ્ટ ચર્ચામાં આવી ગયું છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના સત્તાવાર ઉમેદવારની જાણે જાહેરાત કરાઈ હોય તેવું પોસ્ટરમાં જણાઈ રહ્યું છે.
સોશ્યલ મિડિયામાં વહેતા થયેલ ફોટો ઇમેજમાં બ્રિજેશ મેરજાને 65 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર કરાયા છે. વડાપ્રધાનથી લઇને જીલ્લાના પ્રમુખ સુધીનો ફોટો વાયરલ ઇમેજમાં મુકાયા છે. જો કે આ વાયરલ પોસ્ટરમાં માજી ધારાસભ્ય કાંતિભાઇની બાદબાકી જોવા મળી છે.
અત્રે જણાવવાનું કે પેટાચૂંટણી માટે હજુ ભાજપે ઉમેદવારોની કોઈ જાહેરાત કરી નથી.
જુઓ VIDEO
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube