135 લોકોના મોતના આરોપી જયસુખની મોદક તુલા કરાઈ; પાટીદારોના કાર્યક્રમમાં થયો વિવાદ!
મોરબીના લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામના લોકાર્પણ પ્રસંગે પાટીદાર સમાજના 451 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર સમાજ માટે વર્ષો સુધી ન માત્ર કામ કરનારા પરંતુ કરોડો રૂપિયાનુ પાટીદાર સમાજની જુદીજુદી સંસ્થાઓમાં દાન આપનારા સ્વર્ગસ્થા ઓ.આર.પટેલનું વિશેષ સન્માન કરવાનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
હિમાશું ભટ્ટ/મોરબી: 135 લોકોના મોતના આરોપીની મોદક તુલા કરાતા ફરી એકવાર વિવાદ વકર્યો છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપીની મોદક તુલા કરાઈ છે. મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલા કરાતા વિવાદ થયો છે. કડવા પાટીદાર કેળવણી મંડળના કાર્યક્રમમાં આરોપીની મોદક તુલા કરાઈ હતી. હાલ જયસુખ પટેલ ત્રણ દિવસના જામીન પર છે. જયસુખને ત્રણ દિવસ મોરબીમાં રહેવાના શરતી જામીન મળ્યા છે. જામીન પર છૂટેલા આરોપી જયસુખની મોદક તુલા કરતા વિવાદના વંટોળ ઉભા થયા છે.
ઠંડીથી હરખાતા નહીં! ખાડીમાં ઉભું છે તોફાન, આ વાવાઝોડું ફરી ગુજરાતના વાતાવરણને કરશે..
મોરબીના લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામના લોકાર્પણ પ્રસંગે પાટીદાર સમાજના 451 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે પાટીદાર સમાજ માટે વર્ષો સુધી ન માત્ર કામ કરનારા પરંતુ કરોડો રૂપિયાનુ પાટીદાર સમાજની જુદીજુદી સંસ્થાઓમાં દાન આપનારા સ્વર્ગસ્થા ઓ.આર.પટેલનું વિશેષ સન્માન કરવાનું આયોજન સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના પ્રતિનિધિ તરીકે જયસુખભાઈ પટેલની મોદક તુલા કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેને લઈને કોઈપણ પ્રકારનો વિવાદ છે નહીં તેવું મોરબીના ધારાસભ્ય અને સામાજના આગેવાનો જણાવી રહ્યા છે.
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?
મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સમૂહલગ્ન અને ઘડિયા લગ્ન કરે જ છે. જોકે, મધ્યમ વર્ગના પરિવારોના દીકરા અને દીકરીઓના ધામધુમથી લગ્ન થાય તે માટે પાટીદાર સમાજના દાતાઓના સહકારથી લજાઈ ગામ પાસે ઉમા સંસ્કારધામનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ત્યાં ઉમિયા માતાજીનું મંદિર તથા વર તથા કન્યા એમ બંને પક્ષોના 100 - 100 વ્યક્તિઓને ત્યાં બોલાવીને ધામધૂમથી લગ્ન કરાવી આપવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ત્યાં જે દીકરીના લગ્ન કરાવવામાં આવશે તેને સમાજ તરફથી દાતાઓના સહકારથી 65,000 નો કરિયાવર આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પિતા ઘરે પરત ન ફરતા US બેઠેલા બાળકોએ iPhone વડે અ'વાદનું લોકેશન ટ્રેક ટ્રેક કર્યું..
આ ઉમા સંસ્કારધામનો ગઇકાલે લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે કુલ મળીને 451 દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર ભામાશા તરીકે જાણીતા સ્વર્ગસ્થ ઓ.આર.પટેલ કે જેમને કન્યા કેળવણી અને સમાજના ઉત્થાન માટે અનેરૂ યોગદાન આપેલ છે. તેમજ કરોડો રૂપિયાની આર્થિક દાન શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણના જતન માટે આપેલ છે. તેમનું વિશેષ સન્માન કરવાનું મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વરૂપવાન યુવતી પર લટ્ટુ બન્યા તો પડશે લોચા! પાટીદાર બિલ્ડરને 5 લાખમાં પડી મજા!
જો કે, તેઓ હયાત ન હોય તેમના મોટા દીકરા પ્રવીણભાઈ ઓધવજીભાઈ પટેલનું સન્માન કરવાનું હતું, પરંતુ તેઓની નાદુરસ્ત તબિયતના કારણે તે કાર્યક્રમમાં હાજર ન હતા. જેથી કરીને જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલની મોદક તુલ કરવામાં આવી હતી અને આ વિશેષ સન્માનને લઈને કોઈ વિવાદ છે જ નહીં કેમ કે, જે જમીન ઉપર ઉમા સંસ્કારધામ બનાવવામાં આવ્યું છે, તે વર્ષો પહેલા ઓ.આર. પટેલ દ્વારા જ લેવામાં આવી હતી અને તેમણે સમાજ માટે કરેલા કામનું ઋણ સમાજ કયારે પણ ઉતારી શકે નહીં તેટલા સમાજ ઉપયોગી કામ ઓ.આર. પટેલ અને ભાલોડીયા પરિવારે કરેલ છે તેવું પાટીદાર સમાજના આગેવાન તેમજ ધારાસભ્યએ જણાવ્યુ છે.