દૂબઈમાં ઘડાયું હતું પાકિસ્તાનમાંથી ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાનું આખુ ષડયંત્ર : ગુજરાત DGP
ગુજરાતને ડ્રગ્સના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના પાકિસ્તાનના ષડયંત્રનો મોટો પર્દાફાશ થયો છે. મોરબીમાં પાકિસ્તાનથી મોકલાયેલું 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકા બાદ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. મોરબીના ઝીંઝુડામાં ATS અને SOG એ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. 600 કરોડના ડ્રગ્સ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. ત્યારે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ આ અંગે મહત્વની માહિતી આપી છે.