ચેતન પટેલ, સુરત: મોરબી પોલીસ (Morbi Police) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) અને સુરત ક્રાઇમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર (Remdesivir Injection) બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું. આરોપી જયદેવસિંહ ગોલ્ડ લે-વેચ કરતી કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરે છે. જોકે આ નકલી ઇંજેક્શન (DuplicateInjection) તેને કૌશલ વોરા પાસેથી મેળવ્યા હતા અને અગાઉ 134 લઈને કોરોના પેશન્ટના સગાંએ 126 ઇંજેક્શન વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામોલમાં ઝઘડાની અદાવતમાં પોલીસ બની મચાવ્યો આતંક, ધાબે સુતા યુવકનું કર્યું અપહરણ


સુરત (Surat) ના ઓલપાડ (Olpad) ના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, (Morbi Police) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો. જોકે આ રેકેટના માસ્ટર માઈન્ડ કૌશલ વોરાએ જેને નકલી રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir Injection) વેચ્યા હતા. તેને સુરત ક્રાઈમ બ્રાન્ચે અડાજણ પરશુરામ ગાર્ડન પાસે સી.એમ. રેસીડેન્સી પાસેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને આઠ નકલી ઇન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી અને 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સુરતથી ઝડપાઇ ચડ્ડી-બનિયાનધારી ગેંગ, VIP ઘરોને બનાવતી હતી નિશાન


મોરબી (Morbi) માંથી નકલી રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir Injection) પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir Injection) બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું. 

Ahmedabad: પોલીસે વધુ 4 મોતના સોદાગરોને ઝડપી પાડ્યા, કરતા હતા ઇંજેકશનની કાળાબજારી


ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇંજેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા. 6 વ્યક્તિની ધરપકડ કરી હતી. આ રેકેટમાં માસ્ટર માઈન્ડ અડાજણનો કૌશલ વોરા છે.


આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીના આધારે અડાજણ પરશુરામ ગાર્ડનની પાસે વોચ ગોઠવીને જયદેવસિંહ વેલુભા ઝાલાને ઝડપી લીધો હતો. તેના ઘરની તલાશી લેતા પોલીસને 8 નકલી રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યા હતા. જયદેવસિંહ ગોલ્ડ લે-વેચ કરતી કંપનીમાં કમિશન એજન્ટ તરીકે નોકરી કરે છે. 


જોકે આ નકલી ઇંજેક્શન તેને કૌશલ વોરા પાસેથી મેળવ્યા હતા અને અગાઉ 134 લઈને કોરોના પેશન્ટના સગાંએ 126 ઇન્જેક્શન વેચી દીધા હોવાની પણ કબૂલાત કરી હતી. ઇન્જેક્શનના 5 હજારથી લઇને 10 હજાર સુધી વસુલવામાં આવતા હતા. પોલીસે જયદેવસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube