સુરતથી ઝડપાઇ ચડ્ડી-બનિયાનધારી ગેંગ, VIP ઘરોને બનાવતી હતી નિશાન

પોલીસ (Police) પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી જેમાં આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી.

Updated By: May 3, 2021, 02:08 PM IST
સુરતથી ઝડપાઇ ચડ્ડી-બનિયાનધારી ગેંગ, VIP ઘરોને બનાવતી હતી નિશાન

ચેતન પટેલ, સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગ ના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. આ ગેંગ દ્વારા સુરત (Surat) તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન ફુગા વેચવાના બહાને ફરતા હતા અને ત્યારબાદ રિક્ષામાં બેસી સમગ્ર વિસ્તાર તથા વી.આઈ.પી ઘરો ની રેકી કરતા હતા. રાત્રી દરમિયાન VIP ઘરોને નિશાન બનાવતા હતા. જ્યારે લૂંટ અથવા ધાડ પાડવા જાય ત્યારે ઘરની અંદર ત્રણ લોકો પ્રવેશતા હતા અને સાત લોકો ઘરની બહાર રેકી કરતા હતા. લૂંટ કરતાં પહેલાં તેઓ ઘરની અંદર રાખેલું જમવાનું જમતા હતા અને બાદમાં ગુના ને અંજામ આપતા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે એક મહત્વની સફળતા લાગી છે છેલ્લા કેટલાય દિવસથી સુરત (Surat) શહેરમાં ધાડ અને લૂંટના ગુનાઓની સંખ્યા વધી રહી હતી. પોલીસ (Police) સતત આ ગેંગને શોધી રહી હતી. જોકે આ ગેંગે એટલી સાચી હતી કે પોલીસના હાથમાં થી છટકી જતી હતી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધાડપાડુ ગેંગ હાલ સુરત શહેરમાં ફરી રહી છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચએ વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી  પારધી ગેંગ ના હોવાનું બહાર આવ્યુ હતું.

Ahmedabad: પોલીસે વધુ 4 મોતના સોદાગરોને ઝડપી પાડ્યા, કરતા હતા ઇંજેકશનની કાળાબજારી

પોલીસ (Police) પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી જેમાં આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી. તેઓ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી. ત્યારબાદ આ ગેંગના લોકો રિક્ષામાં બેસીને જે તે વિસ્તારની રેકી કરતા હતા. જરૂરી માહિતી રીક્ષા ચાલક પાસેથી મેળવી લેતા હતા અને બાદમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં આ ગેમ પોતાના કપડાં બદલી ચડ્ડી-બનિયાનધારી વેશ ધારણ કરી લેતા હતા. 

જે VIP ઘરને નિશાન બનાવતા હતા ત્યાં આગળ પહોંચી જતી હતી. જેમાં રાજકુમાર, દેવા પારગી તથા ગજરાજ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેસ્તા હતા. બાકી ની ગેંગ બહાર રેકી કરતી હતી. જો રાત્રી દરમિયાન કૂતરા ભસે તો તેને ગિલોલથી ભગાડી દેતા હતા. ઘરમાં સૌ પ્રથમ તેઓ જમવાનું હોઈ તો જમી લેતા હતા અને બાદ માં લૂંટ અઠવા ધાડ ના ગુના ને અંજામ આપતા હતા. 

રામોલમાં ઝઘડાની અદાવતમાં પોલીસ બની મચાવ્યો આતંક, ધાબે સુતા યુવકનું કર્યું અપહરણ

જો કોઈ મકાન મલિક તેનો વિરોધ કરવા જાય તો તેમની હત્યા કરતા પણ અચકાતા નથી. પોલીસે તેમની પાસે થી કિંમતી ઘડિયાળ, રોકડ, ગિલોય, સોના ચાંદી ના દાગીના મળી રૂ 3.50 લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગ દ્વારા સુરત સિવાય રાજ્યના અલગ અલગ શહેરો અમદાવાદ, આણંદ, બિહાર, મુંબઈ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પજાબ, વલસાડ માં 15 ગુનાઓ ને અંજામ આપી ચુક્યા છે. હજી આ આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે તો 100 થી વધુ ગુનાઓ ઉકેલવાની શકયતા વ્યક્ત કરી છે.

આરોપી ના નામ

1.નડું પારધી
2.દિનેશ પારધી
3.બાપુ ફુલમાળી
4.બલ્લાભાઈ ભીલ
5.કાલુ બામણી
6.રાજકુમાર પવાર
7.રાજુ સોલંકી
8.વિકાસ સોલંકી
9.અર્જુન સોલંકી
10.સિમ્બા પવાર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube