મોરબી : સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના સેડમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી. જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોનો લગભગ ૧૨ હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું ખેડૂતો રહ્યા છે. આગને કાબૂમાં લેવા માટે પાલિકાના ત્રણ ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ આગ કાબુમાં ન હોવાથી આસપાસના બીજા શેડની અંદર પટેલ કપાસ સહિતના જણસ પણ આગની ઝપેટમાં આવી જાય તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT ના નાગરિકો ચેતી જજો, આજના કોરોનાના આંખ ઉઘાડનારા જો હજી નહી સુધરો તો....


આગામી દિવસોમાં દિવાળી આવી છે. જેથી કરીને માર્કેટિંગ યાર્ડ તારીખ બે થી બંધ થવાનું હતું. જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલાં પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવે અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરી શકે તે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા. તેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો કપાસ લાવ્યા હતા. દરમિયાન કોઈ કારણસર બપોરના અરસામાં કપાસના શેડમાં વિકરાળ આગ લાગી હતી. જેથી આગની ઝપેટમાં જોતજોતામાં યાર્ડના સેડ નંબર ૧ ની અંદર મૂકવામાં આવેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ત્રણ તાલુકાના ખેડૂતો ૫૦ થી લઈને ૨૦૦ મણ સુધીનો કપાસ લઇને પોતાનો માલ વેચવા માટે આવ્યા હતાં. 


એકતા દિવસે SOU માં સમગ્ર દેશની પોલીસ કરશે એવા કરતબ કે દિલ્હીની પરેડ ફિક્કી લાગશે


આગ લાગવાના કારણે ખેડૂતો માલ બળીને ખાખ થઇ ગયો છે, વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અમુક કપાસની હરાજી કરવામાં આવી હતી. જો કે જોખીને તે લેવામાં આવ્યો ન હતો. જેથી વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવેલ કપાસ હજુ તેઓએ લીધેલ ન હતો જેથી કરીને ખેડૂતો અને વેપારી બંનેને નુકશાન થયેલ છે. જો ફાયર સેફ્ટીની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવે છે પરંતુ અહીંયાં ફાયર સેફટીના નામે શૂન્ય હોય તેવું જોવા મળ્યું હતું. મોરબી નગરપાલિકાના ત્રણ ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો. જોકે આગને કાબુમાં લેવામાં સમય લાગવાના કારણે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધારાસભ્ય લલિતએ ખેડૂતો તેમજ જે વેપારીઓનો માલ આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે. તેઓને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube