મોરબી: માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી સમયમાં યોજાનારી છે, ત્યારે મોરબી અને માળિયા તાલુકામાં તડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. થોડા સમય પહેલા કોંગ્રેસ શાસિત મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા માટે મોરબી તાલુકા પંચાયતના કોંગ્રેસના ૧૬ જેટલા સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેથી આજે વિશ્વાસ મત લેવા માટે ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં ૧૮ અને વિરુદ્ધમાં બે મત પડ્યા હતા. જેથી કરીને અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ ગયેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ: તળાવમાં ધારાસભ્યએ રાખી તરણ સ્પર્ધા, યુવક ડુબ્યાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ


મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના કોંગ્રેસના કેટલાક આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ સામે કોંગ્રેસના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. મોરબી તાલુકા પંચાયતના ૨૬માંથી કોંગ્રેસના ૧૬ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી. જેથી કરીને આજે મોરબી તાલુકા પંચાયતમાં ખાસ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તાલુકા પંચાયતના ૨૬ માંથી ૬ સભ્યો ગેરહાજર રહ્યા હતા. બોર્ડમાં હાજર રહેલા ૨૦ સભ્યોમાંથી ૧૮ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં અને પ્રમુખ તેમજ ભાજપના એક સભ્ય એમ કુલ મળીને બે સભ્યોએ અવિશ્વાશની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જેથી કરીને પ્રમુખ હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટિયા સામેની અવિશ્વાશની દરખાસ્ત મંજુર થઇ ગયેલ છે. 


સુરત: લોકડાઉન દરમિયાન BAJAJ FINANCE ના ગ્રાહકોને લોભામણી જાહેરાત થકી છેતર્યા


અત્રે ઉલેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા ભાજપમાં જોડાયા હોવાથી મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટિયા તેની સાથે ભાજપમાં ગયા હતા. હાલમાં તેની સામેની અવિશ્વાશની દરખાસ્ત મંજુર થઇ ગયેલ છે. જેથી કોંગ્રેસની વધારે એક તાલુકા પંચાયત પર ખતરો ઉભો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર