Morbi Rape Case હિમાંશું ભટ્ટ/મોરબી : વર્તમાન સમયમાં સબંધોને તાર તાર કરી નાખે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ એક ઘટના હાલમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં સામે આવી છે. જેમાં ૧૮ વર્ષની દીકરી સગીર હતી, ત્યારથી તેનો જ સગો બાપ તેના વાંધાજનક ફોટો અને વિડીયો ઉતારીને વાઇરલ કરવાની ધમકીઓ આપતો હતો અને તેની સાથે છેલ્લા પાંચ વર્ષથી દુષ્કર્મ આચારતો હતો. જે અંગેની યુવતીએ ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. જેથી કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈપણ દીકરીની આખા જગતમાં સૌથી વધુ સલામતી તેના બાપ પાસે હોય છે. પરંતુ બાપ જ હવસ ભૂખ્યો હેવાન બને તો શું થાય. વિચારીને પણ શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાંથી સામે આવી છે. જેમાં ટંકારા પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે એક 18 વર્ષની યુવતી તેની પાસે આવી હતી અને તેને પોતાને ધરે નથી જવું તેવું કહ્યું હતું, જેથી તે યુવતીને મોરબીમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તે યુવતીનું કાઉન્સેલિંગ કરવામાં આવતા કોઈપણના વ્યક્તિના પગ નીચેથી જમીન સરકી જાય તેવી ઘટના સામે આવી છે.


વ્યક્તિના કપાળમાં ઘૂસી ગયું તીર, પાડોશીએ ગુસ્સામાં અર્જુનની જેમ નિશાન તાક્યું


ટંકારા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ યુવતી સગીરા હતી, ત્યારથી એટલે કે છેલ્લા પાંચ વર્ષથી તેના જ ઘરમાં તેનો સગો બાપ તેને હવાસનો શિકાર બનાવી રહ્યો હતો. એટલું જ નહિ, તેને જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હતો. જેથી યુવતીએ જણાવેલ આપવીતી સાંભળીને પોલીસે યુવતીની ફરિયાદ લીધી હતી. 


હવે આ નથી રહ્યું ગાંધીનું ગુજરાત, ડ્રગ્સ અને દારૂની રેલમછેલના આંકડા સરકારે આપ્યા


તેના હેવાન બાપની સામે આઈપીસી કલમ ૩૭૬ (૨), (એફ), (જે)મ (કે), (એન), ૩૨૩, ૫૦૬(૨) તથા પોસ્કો એક્ટ ૫ (એલ), (એન)(૬) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી એચ.આર. હેરભાએ આરોપીની ધરપકડ કરી છે અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, આરોપીએ તેની સગી દીકરીના વાંધાજનક ફોટો અને વીડિયો બનાવ્યા હતા. જે વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે છેલ્લા ઘણા વર્ષોથી દુષ્કર્મ આચરતો હતો તેવી હકીકત તપાસમાં બહાર આવી છે. 


ખતરનાક ખેલાડી નીકળ્યો બેંકનો કેશિયર, ગ્રાહકના અસલી સોનાને નકલી સોના સાથે બદલી દીધું