MORBI: ધોળા દિવસે લૂંટારૂએ કર્યો લૂંટનો પ્રયાસ, નાણા બચાવવા માટે વ્યક્તિએ ખેલ્યો જીવ સટોસટનો ખેલ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે, ત્યારે આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે બંદૂકની અણીએ લૂંટ કરવા માટે બે શખ્સો આવ્યા હતા. મોરબી પાલિકાના માજી ચેરમેનનો ભાઈ રોકડા રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં લઈને જતો હતો ત્યારે તેને આંતરવામાં આવ્યો હતો. આંખમાં મરચાની ભૂકકી છાંટીને બંદૂક બતાવીને તેની પાસેથી રોકડા ભરેલી થેલી લૂટવા માટે મારા મારી કરી હતી. ત્યારે યુવાને હિંમત કરીને તેનો પ્રતિકાર કર્યો હતો. અન્ય બે યુવાનો તેની મદદે આવતા લૂંટ કરવા માટે આવેલા શખ્સો રોકડ ભરેલી થેલી છોડીને નાશી ગયા હતા. જો કે, અમુક રકમ લૂંટી ગયા હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો કહી રહ્યા છે.
હિમાંશુ ભટ્ટ/મોરબી: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે, ત્યારે આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે બંદૂકની અણીએ લૂંટ કરવા માટે બે શખ્સો આવ્યા હતા. મોરબી પાલિકાના માજી ચેરમેનનો ભાઈ રોકડા રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં લઈને જતો હતો ત્યારે તેને આંતરવામાં આવ્યો હતો. આંખમાં મરચાની ભૂકકી છાંટીને બંદૂક બતાવીને તેની પાસેથી રોકડા ભરેલી થેલી લૂટવા માટે મારા મારી કરી હતી. ત્યારે યુવાને હિંમત કરીને તેનો પ્રતિકાર કર્યો હતો. અન્ય બે યુવાનો તેની મદદે આવતા લૂંટ કરવા માટે આવેલા શખ્સો રોકડ ભરેલી થેલી છોડીને નાશી ગયા હતા. જો કે, અમુક રકમ લૂંટી ગયા હોવાનું સ્થળ ઉપર હાજર રહેલા લોકો કહી રહ્યા છે.
Jamnagar: તંત્રની એક ભુલ અને અને અડધુ જામનગર પાણીમાં, કોર્પોરેટરનો ચોંકાવનારો દાવો...
મોરબી હવે બિહાર બની રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે, જાહેરમાં ફાયરિંગ કરીને હત્યા, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખના ઘરે જઈને ઉપપ્રમુખ અને તેના દીકરાની હત્યા, તેમજ કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરે તેવા અનેક બનાવોની સહી હજુ તો સુકાઈ નથી ત્યાં આજે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ લીલા લહેર પાસે લૂંટનો બનાવ બન્યો છે. જેની માહિતી મુજબ મોરબી પાલિકાના માજી ચેરમેન સ્વ. સુરેશભાઇ ગાંગરામભાઈ બાવરાવાના ભાઈ વસંતભાઇ ગાંગરામભાઈ બાવરાવા રોકડા રૂપિયા ઘરેથી લઈને નવ બસ સ્ટેશન પાસે કોઈને આપવા માટે તેનું એક્ટિવા લઈને જતાં હતા. ત્યારે દર્પણ સોસાયટી કે જયા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા રહે છે તેઓના ઘરની નજીકના વિસ્તારમાં જ ધોળા દિવસે બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો દ્વારા વસંતભાઇ ઉપર મરચાની ભૂકી છાંટી હતી. તેની પાસે બંદૂક હતી તે બતાવીને તેની પાસે રહેલા રોકડા રૂપિયાની થેલી લૂંટવા માટેનો પ્રયત્ન કર્યો હતો.
છોટાઉદેપુરમાં CORONA ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનાર 108ના પાયલટને 50 લાખની સહાય
જો કે, વસંતભાઇએ તેનો પ્રતિકાર કર્યો હતો. જેથી કરીને લૂંટ કરવા માટે આવેલા શખ્સે તેની પાસે રહેલી રહેલી બંદૂક વસંતભાઇને માથામાં મારી હતી જેથી તેને માથામાં ફૂટ થઈ ગઈ હતી અને લૂંટની ઘટનાને બે અજાણ્યા શખ્સો અંજામ આપી રહ્યા હતા, ત્યારે ત્યાં ૨૦૦ કરતાં વધુ લોકો હાજર હતા. જો કે આ લોકો તમાશો જોતાં હતા ત્યારે મહાવીર બારડ અને પિયુષ પટેલ નામના બે યુવાનોએ હિંમત કરીને લૂંટારુ ઉપર પથ્થર મારો કર્યો હતો. વસંતભાઇને બચાવ્યા હતા આટલું જ નથી તેઓએ લૂંટારુઓના હાથમાં બંદૂક હોવા છતાં પણ તેની પાસેથી રોકડ ભરેલી થેલી આંચકી લીધી હતી. અને તેની પાસે ૫૦૦ ની નોટના બે બંડલ હતા તે પણ આંચકી લીધા હતા. જો કે, સ્થળ ઉપર હાજર રહેલા અન્ય લોકોના કહેવા મુજબ લૂંટારુઓ લગભગ એક લાખ જેટલી રકમ લૂંટી ગયા છે. હાલમાં પોલીસે ઇજાગ્રસ્ત વસંતભાઇનું નિવેદન લઈને પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે. જો કે, હત્યા, ચોરી, લુટનો પ્રયાસ જેવા બનાવાઓ વધી રહ્યા હોવાથી પોલીસની કામગીરી સામે હાલમાં સવાલ ઉભા થઇ રહ્યા છે, ત્યારે બંદૂક લઈને લૂંટ કરવા આવેલા બે શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube