Jamnagar: તંત્રની એક ભુલ અને અને અડધુ જામનગર પાણીમાં, કોર્પોરેટરનો ચોંકાવનારો દાવો...
Trending Photos
મુસ્તાક દલ/જામનગર : શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રની બેદરકારીને કારણે નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી આવતા લોકોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે, ત્યારે મનપાના જવાબદારો સામે કડક પગલાં ભરવા સ્થાનિકોને સાથે રાખી નગરસેવક અસલમ ખીલજી દ્વારા મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જો જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે તો નગરસેવક દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
જામનગરમાં 13 સપ્ટેમ્બરના રોજ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થઈ ગયા હોવાની જાણ વહીવટી તંત્રને હોવા છતાં લાખોટા તળાવની નહેરના પાટીયા ખોલવામાં ન આવતા વોર્ડ નં 12 સહિત નીચાણવાળા વિસ્તારોમા રંગમતી નદીના પાણી લોકોના ઘરમા ઘૂસી ગયા હતા. નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમા આવેલ લોકોના ઘર ડૂબી જતાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. લોકોની તમામ ઘરવખરીને મોટું નુકશાન પહોચ્યું હતું. જો સમયસર તળાવની નહેરના પાટીયા ખોલવામાં આવ્યા હોત તો નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા ન હોત. આવી ગંભીર બેદરકારી દાખવવા બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે આજે વોર્ડ નં 12 ના સ્થાનિકોએ નગરસેવક અસલમ ખિલજીને સાથે રાખી મનપા કમિશનરને રજૂઆત કરી હતી.
તંત્રની બેદરકારીને કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા હોવાનો નગરસેવકનો આક્ષેપ ખર્યો છે. આ અંગે મનપાના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. નગરસેવક દ્વારા ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. વોર્ડ નં.12 ના કોંગ્રેસના સિનિયર નગરસેવક અસલમ ખીલજીની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે