મોરબી: શ્રાવણીયા જુગાર પર આરઆરસેલનાં દરોડા, 50 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારી ઝડપાયા
કારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલા બંગલોમાં આરઆર સેલ દ્વારા 50 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર ટંકારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલામાંથી ગઇકાલે સાંજે રાજકોટ રેન્જ આરઆરસેલ દ્વારા જુગારની બાતમીનાં આધારે દરોડો પાડ્યો હતો.
મોરબી : કારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલા બંગલોમાં આરઆર સેલ દ્વારા 50 લાખના મુદ્દામાલ સાથે 7 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર ટંકારાના સજ્જનપર નજીક ધુનડા રોડ પર આવેલા ઓમ વિલામાંથી ગઇકાલે સાંજે રાજકોટ રેન્જ આરઆરસેલ દ્વારા જુગારની બાતમીનાં આધારે દરોડો પાડ્યો હતો.
રાજ્યનાં 5 જિલ્લાઓનાં 100% ઘરોમાં 2જી ઓક્ટોબર સુધીમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડાશે
જેના આધારે રેડ કરતા બંગલાનો માલિક ધવલ ભગવાનજી છત્રોલા રહે. બોની પાર્ક, મોરબી, બાબુ રુગનાથ ભાજડા રહે.ચંદ્રેશનગર, મોરબી, જીવરાજ મેઘજી મોસાણ રહે.ઋષભ પાર્ક મોરબી, હર્ષદ ભાણજી સંઘાણી રહે. નાની વાવડી મોરબી, પંકજ જયંતિ છત્રોલા રહે. છત્રોલા તા. મોરબી, રજનીકાંત ભવાન જીવાણી રહે. અવનીરોડ, મોરબી, મહેશ રુગનાથ કુડારીયા રહે. ઉમિયા સર્કલ, મોરબીને ઝડપી લીધા છે.
રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ, 39 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું
દરોડામાં રોકડ રકમ 25,44,100 તેમજ મોબાઇલ 8 કિંમત રૂપિયા 40 હજાર અને બે ગાડી 25 લાખ રૂપિયાનાં મુદ્દામાલ સહિત કુલ 50,84,100ની રેડ પાડી હતી. જેના પગલે જુગારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આરઆરસેલ દ્વારા જુગાર કે દારૂ પર દરોડો પાડ્યા છે. આ અંગે એસપી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો પીઆઇ કસુરવાર ઠરશે તો તેને સસ્પેન્ડ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર