શું મોરબીના મચ્છુ નદીના કાંઠે ફરી આવી શકે છે મોટી હોનારત? જાણો શું છે કારણ અને વિવાદ?
મોરબી શહેર તેના ઉદ્યોગ ધંધાની સાથે મચ્છુ હોનારતને કારણે પણ જગપ્રસિદ્ધ છે. મચ્છુ ડેમ તુટવાની એ ગોઝારી ઘટના ઈતિહાસ ક્યારેય ભૂલી શકે તેમ નથી. મચ્છુ નદી કિનારે વસેલું આ શહેર આજે ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગમાં કાંઠુ કાઢી રહ્યું છે.
ઝી બ્યુરો/મોરબી: મોરબીના મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. મંદિર બનાવવા માટે નદી કાઠે જે દિવાલ બનાવવામાં આવી રહી છે તેને લઈ વિવાદ ઉભો થયો છે. DLRએ જે જમીન માપણી કરી જેની સામે સ્વામિનારાયણ સંસ્થાએ વાંધો ઉઠાવ્યો. તો હવે SLR દ્વારા બાંધકામ સહિતનો સર્વે શરૂ કરાયો છે.
- શું સ્વામિનારાયણ સંસ્થાએ કર્યું ખોટું બાંધકામ?
- સંસ્થાના બાંધકામથી આવી શકે છે મોટી હોનારત?
- તોડી પાડવા નોટિસ છતાં કેમ બાંધકામ ન તોડ્યું?
- શું BAPS સંસ્થા કરી રહી છે ગેરકાયદે બાંધકામ?
મોરબી શહેર તેના ઉદ્યોગ ધંધાની સાથે મચ્છુ હોનારતને કારણે પણ જગપ્રસિદ્ધ છે. મચ્છુ ડેમ તુટવાની એ ગોઝારી ઘટના ઈતિહાસ ક્યારેય ભૂલી શકે તેમ નથી. મચ્છુ નદી કિનારે વસેલું આ શહેર આજે ઘડિયાળ અને સિરામિક ઉદ્યોગમાં કાંઠુ કાઢી રહ્યું છે. આ જ શહેરમાં મચ્છુ નદીના કિનારે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. પરંતુ મંદિર નિર્માણ માટે નદી કિનારે જે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે તેને લઈ વિવાદ સર્જાયો છે. સંસ્થા દ્વારા જે દિવાલ બનાવવામાં આવી તેનાથી ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તેવી એક અરજી કલેક્ટરમાં કરવામાં આવી હતી...
કલેક્ટરને અરજી મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી...ત્યારપછી સંસ્થાએ જે વધારાનું બાંધકામ કર્યું તેને તોડી પાડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકા અને કલેક્ટરે BAPS સંસ્થાને નોટિસ આપી હતી...જો કે સંસ્થાએ વધારાનું બાંધકામ હજુ સુધી તોડ્યું નથી. 5 જુલાઈથી બાંધકામ તોડવાની શરૂઆત કરાશે તેવી બાંહેધરી સંસ્થાએ આપી હતી. પરંતુ તોડવાની શરૂઆત કરાઈ નથી...બીજી તરફ DLRની માપણી સામે BAPS સંસ્થાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ પ્રશ્નના સમાધાન માટે હવે SLRએ માપણીનું કામ શરૂ કર્યું છે.
શું છે વિવાદ?
- સંસ્થાએ જે વધારાનું બાંધકામ કર્યું તેને તોડી પાડવા આદેશ કરાયો છે
- મોરબી નગરપાલિકા, કલેક્ટરે BAPS સંસ્થાને નોટિસ આપી હતી
- સંસ્થાએ વધારાનું બાંધકામ હજુ સુધી તોડ્યું નથી
- 5 જુલાઈથી બાંધકામ તોડવાની શરૂઆત કરાશે તેવી બાંહેધરી આપી હતી
- તોડવાની શરૂઆત હજુ સુધી કરાઈ નથી
હાલ SLR દ્વારા માપણીનું કામ થઈ રહ્યું છે. મંદિર નિર્માણની જગ્યાએ અને તેની આસપાસનું બાંધકામ કયા સર્વે નંબર સુધી કરી શકાય છે તે SLRની માપણીમાં ફાઈનલ થશે. ત્યારપછી GDCRના નિયમોને ધ્યાનમાં રાખીને જે વધારાની દિવાલ બનાવવામાં આવી તેને દૂર કરવામાં આવશે. નદી કાંઠાને ધ્યાનમાં રાખીને જે નિયમોની અમલવારી કરાવવાની છે તે કલેક્ટરના આદેશ મુજબ સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની છે. પરંતુ અમલવારી ક્યારે કરાવવામાં આવશે તે આગામી સમય જ બતાવશે.