cyclone Asna Alert : ગુજરાતીઓ બચી ગયા.... રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડીપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. આ ડીપ ડીપ્રેશન ધીમેધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ જાહેર કરાઈ છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છેકે ડીપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયક્લોનમાં ફેરવાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે. રાજ્યમાં 28 લોકોના મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી છે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત પર 'ડીપ ડિપ્રેશન' રચાયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 


ગુજરાતની મહાકાય ડીપ ડિપ્રેશનની સિસ્ટમ ભયંકર સાયક્લોનમાં ફેરવાશે, કચ્છ પર છે વાવાઝોડાની આંખ


ગુજરાતના વડોદરામાં સ્થિતિ વણસી જતાં સેનાએ ચાર્જ સંભાળ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારો અને બહુમાળી ઈમારતોમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા ફૂડ પેકેજ પહોંચાડવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન પાકિસ્તાન તરફ જઈ રહ્યું છે. જે ભયંકર સાયક્લોનમાં ફેરવાઈ જશે. જે 2 તારીખની રાતે ઓમાનમાં ટકરાશે. જોકે ત્યાં સુધી એની ગતિ ઓછી થઈ જાય તેવી પૂરી સંભાવના છે. પાકિસ્તાન અને ઓમાન વચ્ચે આ વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરશે.


વડોદરામાં પૂરના પાણીએ સર્જેલી તબાહીની 20 નવી તસવીરો, હિંમત હોય તો જ જોજો!