તેજશ મોદી/સુરત :દિવાળી (Diwali 2019) માં લોકો પોતાના વતન જતા હોય છે, જેને લઈને ST વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવે છે, ત્યારે સુરત (Surat) માં રહેતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન જાય તે માટે રાજ્ય એસટી નિગમ વધારાની બસો દોડાવે છે. આ દિવાળીએ સુરત ડેપોથી વધારાની 1100 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, હાલમાં સુરત ડેપો પરથી 1300 બસો રૂટિનમાં દોડવાય છે. 


શું રાહુલ ગાંધીને ગમે છે ગુજરાતી ફૂડ? પહેલા હોટલ અગાશિયામાં ભોજન અને બાદમાં લકી હોટલમાં ચા પીધી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળીના વેકેશનને લઈને એસટી નિગમ દ્વારા બસોનું એડવાન્સ બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 100 બસોનું એડવાન્સ બુકીંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 50 બસોનું એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. નિગમને આશા છે કે આ વખતે અંદાજે 1200 જેટલી વધારાની બસોનો લાભ દિવાળીમાં મુસાફરો લેશે તેવું સુરતના ડિવીઝનલ કન્ટ્રોલર સંજય જોશીએ ઝી 24 કલાકને જણાવ્યું હતું. 


સુરતની ઘારી માટે એમ કહી શકાય કે, ‘યે અંગ્રેજો કે જમાને કી મીઠાઈ હૈ...!!!’


મહારાષ્ટ્રમાં પણ બસ દોડાવાશે
આ વખતે પહેલી વખત ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ બસો દોડાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા ‘બસ લોકોના દ્વારે’ નામથી ખાસ ઓપરેશન કરશે, જેમાં એક વિસ્તારમાં 50થી વધુ મુસાફરો ટીકીટ બુકીંગ કરાવશે તો તે વિસ્તારમાં બસ મોકલવામાં આવશે. ગત વર્ષે નિગમને દિવાળીમાં 1.5 કરોડની આવક થઈ હતી. ત્યારે વધુ બસ ફાળવ્યા બાદ એસટીને દિવાળીમાં વધુ આવક થાય તેવી શક્યતા છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :