શું રાહુલ ગાંધીને ગમે છે ગુજરાતી ફૂડ? પહેલા હોટલ અગાશિયામાં ભોજન અને બાદમાં લકી હોટલમાં ચા પીધી
Trending Photos
અમદાવાદ :રાહુલ ગાંધી (Rahul Gandhi) જ્યારે પણ ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવે છે ત્યારે તેઓ ગુજરાતી ફૂડ (Gujarati Food) નો આસ્વાદ જરૂરથી માણે. વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન પણ તેઓએ ગુજરાતના અનેક સ્થાનિક ફૂડની લિજ્જત માણી હતી. ત્યારે આજે બે કેસમાં અમદાવાદ (Ahmedabad) ની મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચેલા રાહુલ ગાંધીએ પહેલા તો હોટલ અગાશિયામાં ભોજન લીધું હતું, અને બાદમાં અમદાવાદની ફેમસ લકી હોટલ (Lucky Hotel) માં ચા પીધી હતી.
હોટલ અગાશિયામાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો
ગુજરાતના નેતાઓ સાથે બેઠક બાદ રાહુલ ગાંધી અમદાવાદની પ્રતિષ્ઠિત હેરિટેજ હોટલ અગાશિયામાં ભોજન લેવા પહોંચ્યા હાત. તેમણે અહી અન્ય નેતાઓ સાથે પારંપરિક ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને હોટલની બહાર પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો. રાજીવ સાતવ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, લાલજી દેસાઈ, હિમાંશુ વ્યાસ, લાખા ભરવાડ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, દિપક બાબરીયા, હિમતસિહ પટેલ, શૈલેષ પરમાર, હાર્દિક પટેલ વગેરેએ રાહુલ ગાંધી સાથે ભોજન લીધું. ઉલ્લેખનીય છે કે, ગત કોર્ટ વિઝીટમાં રાહુલ ગાંધીએ હોટલ સ્વાતીમાં ભોજન લીધું હતું. રાહુલ ગાંધીએ બટાકા વડાં, ઢોકળાં, શરબત, સુખડી, મોહનથાળ, ખીચડીનો સ્વાદ માણ્યો હતો.
અગાશિયામાં ભોજન લીધા બાદ રાહુલ ગાંધીએ અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પણ કોર્ટમાંથી બહાર નીકળીને તેઓ સીધા જ અમદાવાદની ફેમસ લકી હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસી નેતાઓ સાથે ચા પીધી હતી. હોટલ અગાશિયા તથા લકી હોટલમાં રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં તેમના પ્રશંસકો ઉમટી પડ્યા હતા. તેમને જોવા માટે લકી હોટલની બહાર ભારે ભીડ જોવા મળી. લકી હોટલમાં ચા પીધા બાદ રાહુલ ગાંધી એનેક્સી જવા રવાના થયા હતા.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે