ગાંધીનગર: અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું (Cyclone) તૌક્તે (Tauktae) રાજ્યની ઉત્તર દિશાના ઉત્તરીય-પશ્ચિમી કાંઠે પહોંચવાની શક્યતાઓ છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે (Pankaj Kumar) જણાવ્યુ છે કે, રાજયમા પ્રવર્તી રહેલ તૌક તે વાવાઝોડા (Cyclone) સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતર ની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે 5.00 વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે. 

વાવાઝોડાના પગલે વલસાડના 84 ગામોમાં એલર્ટ જાહેર, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ


મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યુ છે કે, વાવાઝોડા (Cyclone) ની અસર ને પરિણામે રાજયમા વરસાદી માહૌલનુ વાતાવરણ સર્જાયુ છે અને  રાજયમાં તા 16-5-21 ના સવારના 6.00 કલાકથી 17-5-21 ના સવારના 6.00 કલાક સુધીમાં 21 જીલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી ૬ તાલુકામાં 1- ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે. વાવાઝોડા થી થયેલ નુકસાન ને પહોંચી વળવા માટે રાજય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગની ટીમો તૈનાત કરી દેવાઈ છે જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે. 


તેમણે ઉમેર્યુ કે,અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય? કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનુ નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્ય લક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. 

તૌકતે વાવાઝોડાના પગલે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો, 6 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ


રાજય (Gujarat) માં કોવીડની સ્થિતિની પહોચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલુ નહી આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને પ૭૬-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છૈ. કોવિડ (Covid) ની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓકસીઝન જરૂરીયાત ને પહોચી વળવા માટે તથા ઓકસીઝન નું સરળતાથી વહન થાય તે માટે ૩૫ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે. 

કેરલ-કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ આગળ વધ્યું તૌકતે, 260 KM દૂર


તેમણે કહ્યુ કે, રાહત અને બચાવ માટે NDRF 41 ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવાઈ છે. જ્યારે SDRF ની 10 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડા ના પરિણામે વરસાદ ના કારણે નીચાણ વાળા વિસ્તારૉમા પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે રાજયમાં કુલ 456 ડીવોટરીંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે જે જરૂરિયાત મુજબ પહોચાડાશે.


એટલુ જ નહી સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 2126 હોર્ડીગ્સ શહેરીવિસ્તારમાં તથા 643 હોર્ડીગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે અને નુકશાન થઈ શકે તેવા 668 હંગામી સ્ટકચર પણ દૂર કરાયા છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને આ વિસ્તારના નાગરિકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube