સુરત : કોરોના વાયરસને કારણે લોકડાઉન બાદ હવે અનલોક 1.0 ચાલી રહ્યું છે. જેના પગલે સરકાર દ્વારા ધીરે ધીરે છુટ આપવામાં આવી રહી છે. જો કે રાજકારણીઓને આવા કોઇ જ નિયમો લાગુ નહી પડતા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવી જ એક અન્ય ઘટના સુરતનાં બમરોલ વિસ્તારમાં સામે આવી હતી. બમરોલ વિસ્તારનાં નગર સેવિકાએ કોરોનાના કહેર છતા પણ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેના માટે રાખવામાં આવેલી પાર્ટી પૈકીનાં 4 મહેમાન પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ પાર્ટીમાં ભાજપનાં ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: વસ્ત્રાપુરમાં કર્ફયું સમયે દારૂ પીધેલી યુવતી સહિત 3 નબીરાઓ ઝડપાયા

લોકડાઉનમાં છુટછાટ બાદ કોર્પોરેટર ગીતા રબારીએ પહેલી જૂને પોતાનાં જન્મ દિવસે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. લોકોને એકત્ર નહી થવાની સુચના વચ્ચે તેમના જન્મ દિવસના ભોજન સમારંભમાં 100થી વધારે લોકો હાજર રહ્યા હતા. ભાજપનાં અનેગ આગેવાનો અને સંગઠનનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા. જો કે હવે પાર્ટીમાં હાજર મહેમાનો પૈકી 4 પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. 


SEBC-OBC વર્ગે જાતીનાં દાખલા નહી કઢાવવા પડે, સરકારે મોટી રાહત આપી

જો કે હવે તંત્ર શું કોર્પોરેટર સામે પગલા લેશે તે મોટો સવાલ છે. સામાન્ય જનતાને નિયમો તોડે તો ખાંડા ખખડાવતું તંત્ર પોતાની જ લોકો નિયમ તોડે ત્યારે કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું. હાલ તો પાર્ટીમાં હાજર તમામ લોકોને ક્વોરન્ટાઇન થવા માટેની સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર મરણજેવા પ્રસંગમાં પણ 20થી વધારે અને લગ્ન જેવા ખુશીના પ્રસંગમાં 50થી વધારે લોકોને હાજર રહેવા માટેની પરવાનગી નથી આપતી તેવામાં બર્થ ડે જેવા પ્રસંગમાં 100થી વધારે લોકો કઇ રીતે હાજર રહી શકે. આ લોકો હાજર રહ્યા ત્યારે તંત્ર દ્વારા કેમ કોઇ પગલા ન લેવાયા તે પણ એક સવાલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube