બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આજે ભરતી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીથી છૂટા પડેલા ગુજરાતના વિવિધ 11 જિલ્લાના 1500 થી વધુ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે અને કેસરિયો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ વાત તો એ છે કે, કાર્યક્રમ પહેલા જ કમલમમાં તમામ 1500 કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીની ટોપીમાં જોવા મળ્યા હતા. ભાજપ અધ્યક્ષ પહોંચે તે પહેલાં કાર્યકરોએ AAP ની ટોપી પહેરી હતી. પરંતુ બાદમાં તમામને આપની ટોપી કઢાવીને ભાજપની કેસરી ટોપી પહેરાવાઈ હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ઉપાધ્યક્ષ જયંતી કવાડિયા અને ધારાસભ્યો રમણ પટેલ તથા મયૂર રાવલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં ભાજપના મહામંત્રી રજની પટેલે કાર્યકરોને ભાજપની ટોપી પહેરાવી હતી.


આ પણ વાંચો : એશિયાની સૌથી મોટી હોસ્પિટલની કેન્ટીનમાં ફરી રહ્યાં છે ઉંદર, વીડિયો જોઈને આરોગ્ય મંત્રીને પણ હાર્ટ એટેક આવી જશે 


ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વિધાનસભાની ચૂંટણી પહેલા કપરા ચઢાણ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બનવાની તૈયારીમાં છે. ત્યારે તે પહેલા જ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આપના 1500 થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા જ પક્ષપલટો કરી આપના કાર્યકરો હવે બીજેપીના કાર્યકરો બન્યા છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્યકરો છે. એક મહિનાથી બીજેપી દ્વારા પક્ષપલટાનું ઓપરેશન ચાલ્યુ હતું. આમ, આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પહેલા આપને મોટો ફટકો પડ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર પણ ભાજપના સંપર્કમાં છે, જેઓ ભાજપ તરફ પ્રયાણ કરી શકે છે. તાજેતરમાં જ સુરતમાં આપના પાંચ કોર્પોરેટરોએ ભાજપમાં પક્ષપલટો કર્યો હતો, જે આમ આદમી પાર્ટીને મળેલો પહેલો ફટકો હતો, પરંતુ આજે સીધા જ 1500 કાર્યકર્તાઓનો ફટકો પડ્યો છે. 


આ પણ વાંચો : શાતિર દિમાગની મહિલાની હનીટ્રેપની જાળમાં ખેડૂત એવો ફસાયો કે, ચાર લાખ ગુમાવ્યા



તો બીજી તરફ આ મામલે આપ દ્વારા પ્રતિક્રીયા આપવામાં આવી કે, આમ આદમી પાર્ટીના જે 1500 જેટલા આગેવાનો/ હોદ્દેદારો ભાજપમાં જોડાવાના છે, તેઓને AAP દ્વારા સસ્પેન્ડ કરાયેલ, સાઇડલાઇન કરાયેલ અને અતિ મહત્વકાંક્ષી એવા ત્રણ પ્રકારના લોકોનો સમાવેશ થાય છે. કેટલાકને આપ દ્વારા ગત વર્ષ સપ્ટેમ્બર મહિનામાં પાર્ટી વિરુદ્ધા કામગીરી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો કેટલાક એવા લોકો જે ભાજપના ઇશારે આપ પાર્ટીમાં ગંદકી ફેલાવી રહ્યા હતા અને પાર્ટીના દરેક કામો અને કાર્યક્રમોમાં ગતિઅવરોધ પેદા કરી રહ્યા હતા. જેથી તેઓ પાર્ટી દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા હતા અને કોઇ હોદ્દા પર તેઓને નિમુણૂંક આપવાાં આવી ન હતી. આ ઉપરાંત અતિ મહાત્વાકાંક્ષી લોકો જેમને માત્ર હોદ્દો અને ટિકિટ સાથે જ લેવા-દેવા અને લાગતુ-વળગતુ હતું તેવા પણ ભાજપમાં જોડાયા છે. 



આપ પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે
આમ આદમી પાર્ટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. તાજેતરમાં સુરત AAP ના 5 કોર્પોરેટરોએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા. કોર્પોરેટરમાં ઋતા દુધાત્રા, વિપુલ મોવલીયા, જ્યોતિકા લાઠીયા, મનીષા કુકડીયા અને ભાવનાબેન સોલંકીએ AAP સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાણ કર્યું હતું. જો કે હજુ પણ સુરત આપમાં વધુ કોર્પોરેટર ભાજપમાં જોડાઇ તેવી શક્યતા છે. આ બાદ સુરતના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કુંદન કોઠીયા પણ કેસરિયો કર્યો હતો.