ગીરસોમનાથ : જિલ્લાના આંગણે રાજ્ય ખેલમહાકુંભ હેઠલ રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. ૬ દિવસ ચાલનારી સ્પર્ધામાં ૧૫૦૦ થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. પ્રથમ દિવસે 250 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૨મતતમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તી વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગીર સોમનાથ ખાતે ખેલ મહાકુંભ હેઠળ વડામથક વેરાવળની સેન્ટ મેરી શાળા ખાતે રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ રામી બેન વાજાએ દીપ પ્રાગ્ટય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કોઇ રમકડા જ નથી ખરીદતું, આ લાઇબ્રેરીના પ્રતાપે ઉદ્યોગપતિના ઘરે ના હોય તેટલા રમકડા મળે છે


રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધા તા.૨૩ મે થી લઈને તા.૨૯ મે સુધી ચાલશે. જેમાં રાજ્ય ભરમાં જિલ્લા કક્ષાએ યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૧૫૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઈને પોતાની યોગ કલાની પ્રસ્તુતિ કરશે. રાજ્ય સરકાર દ્વારા અંડર-૧૪, અંડર-૧૭,ઓપન, abov-૧૪, અને અબોવ-૬૦ કેટેગરી હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નિયત કરાયેલ નોડલ અધિકારી અને યોગ નિષ્ણાતો ની પેનલ દ્વારા આ સ્પર્ધામાં વિજેતાઓ જાહેર કરવામાં આવશે. વિજેતાઓ માટે મેડલ, પ્રમાણપત્ર,રોકડ પુરસ્કાર,આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube