રાજકોટમાં કોઇ રમકડા જ નથી ખરીદતું, આ લાઇબ્રેરીના પ્રતાપે ઉદ્યોગપતિના ઘરે ના હોય તેટલા રમકડા મળે છે
Trending Photos
નવનીત લશ્કરી/રાજકોટ : હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે બાળકો મામાના ઘરે વેકેશન કરવા જતાં હોય છે. જોકે જો તમારા મામા રાજકોટમાં રહેતા હોય તો રમકડા સાથે લઈ જવાની જરૂર નથી. રાજકોટ મનપા દ્વારા સંચાલિત 3 ટોયઝ લાયબ્રેરીમાં LKGથી 14 વર્ષ સુધીનાં બાળકો માટે રમકડાં મળે છે. બાળકો-રમકડાં વચ્ચેનો નાતો અતૂટ રહે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં દિવસેને દિવસે કઈક નવું જોવા મળતું હોય છે. તેમાં પણ કોરોનાકાળમાં બાળકોએ ઓનલાઇન એજ્યુકેશન મેળવ્યું છે.
હવે વેકેશનનો સમય આવ્યો છે, ત્યારે આદિકાળ વખતનો બાળકો અને રમકડાં વચ્ચેનો સબંધ આજે પણ જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યો છે. રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ ખાતે મનપા સંચાલિત ટોયઝ લાઈબ્રેરી ચાલી રહી છે. જેમાં રમકડાં બાળકોને ઘરે લઇ જવા માટે આપવામાં આવી રહ્યા છે. લાઈબ્રેરીના સંચાલકે જણાવ્યું કે, મનપાએ નારણ પુસ્તકાલયમાં ટોયઝ લાઈબ્રેરી 1989થી શરૂ કરી હતી. રમકડાં જે રીતે લાઈબ્રેરીમાં આપવામાં આવે છે તે રીતે જ આપવામાં આવે છે. જે ગમતા રમકડા હોય તે બાળકો વાલીઓ સાથે આવી લઈ જાય છે.
રમકડાં ડેમેજ થાય તો રમકડાની પ્રાઈઝ પ્રમાણે મેમ્બર પાસેથી રૂપિયા લેવામાં આવે છે. ટોયઝ લાઈબ્રેરીને ખૂબ જ રિસ્પોન્સ મળી રહ્યો છે. વેકેશન જ નહીં પણ સતત મેમ્બરો રમકડાં લેવા આવી રહ્યા છે. દરેક શબ્જેક્ટમાં રસ પડે તેલા રમકડાં અને પઝલ્સ છે. રાજકોટની ત્રણ ટોયઝ લાઈબ્રેરીમાં લાકડાના રમકડાં, અલગ અલગ ગેઇમ્સ, ઇલેક્ટ્રોનિક્સ રમકડાં, પ્લાસ્ટિકના રમકડાં, પઝલ્સ જેવા વિવિધ અદ્યતન રમકડાં ઉપલબ્ધ હોવાથી બાળકોને બહોળો પસંદગીનો અવકાશ મળે છે. આ સિવાય બાળકો માટેના વિવિધ પુસ્તકો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે