રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં કોવિડ-19 હોસ્પિટલમાં વધુ 18 દર્દીઓના મૃત્યુ થયા છે. સિવિલ હોસ્પિટલમાં 13 અને ખાનગી હોસ્પિટલમાં 5 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં 62 દર્દીઓના મૃત્યુ થયા છે. સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લામાં શું છે કોરોનાની સ્થિતિ
રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 4566 કેસ સામે આવ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં નવા 115 કેસ નોંધાયા છે. તો કોરોનાથી અત્યાર સુધી 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સારવાર બાદ 2548 દર્દીઓ સાજા થયા છે. 


ભાડાપટ્ટે રહેતા લોકો માટે CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય  


રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 94 હજારને નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1282 નવા કેસ સામે આવ્યા હતા. તો રાજ્યમાં મૃત્યુઆંક પણ 3 હજાર નજીક પહોંચી ગયો છે. અત્યાર સુધી 2991 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 75,762 દર્દીઓ સાજા થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube