કાલોલમાં ગેસ સિલિન્ડર ફાટતાં 22થી વધુ ઇજાગ્રસ્ત; 4ની હાલત ગંભીર, અફરાતફરીનો માહોલ
કાલોલના રામનાથ ગામે રાવળ ફળીયામાં રસોઈ કરતી વેળા ઘર વપરાશનાં ગેસનો બોટલ ફાટતાં પરિવારના સભ્યો સહિત કુલ 22 લોકો દાજયા હોવાની ઘટના સામે આવી છે. રાવળ ફળિયામાં પરિવાર જ્યારે રસોઈ બનાવી રહ્યો ત્યારે અચાનક જ ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી.
ઝી બ્યુરો/પંચમહાલ: કાલોલના રામનાથ ગામમાં ઘર વપરશનાં ગેસ બોટલ ફાટતાં 22થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સામે આવી છે. ગંભીર રીતે દાજી ગયેલા તમામને સ્થાનિક યુવાનોએ પહેલા કાલોલ અને ત્યારબાદ ગોધરા સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ મામલતદાર સહિત ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી તમામ ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડી સારવાર શરૂ કરાવી હતી.
મોતને વ્હાલું કરતા પહેલા વૈશાલી 4 દિવસ PIને મળવા આવી હતી, ફોન પર ઝઘડો પણ કર્યો હતો..
કાલોલના રામનાથ ગામે રાવળ ફળીયામાં રસોઈ કરતી વેળા ઘર વપરાશનાં ગેસનો બોટલ ફાટતાં પરિવારના સભ્યો સહિત કુલ 22 લોકો દાજયા હોવાની ઘટના સામે આવી છે. રાવળ ફળિયામાં પરિવાર જ્યારે રસોઈ બનાવી રહ્યો ત્યારે અચાનક જ ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લીકેજના કારણે આગ લાગતા ભભૂકી ઉઠેલી અગનજ્વાળાઓથી પરિવારના સભ્યો ગંભીર રીતે દાજી ગયા હતા. અફરાતફરીના માહોલમાં ગેસ બોટલ લીકેજ થઈ આગ લાગતા આસપાસના મકાનોમાં પણ આગની અસર જોવા મળી હતી.
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનને જીતાડવા માઈક્રો પ્લાનિંગ રણનીતિ ઘડાઈ! ભાજપ કઈ રીતે જીતશે?
ગેસ બોટલ ને ઓલવવા નો પ્રયત્ન કરતા અચાનક બ્લાસ્ટ થયો હતો.ઉપરા છાપરી થયેલા બે બ્લાસ્ટ એટલા પ્રચંડ અને ભયાનક હતા કે મકાનની છત સાથે બોટલ અથડાયો હતો. ગેસ બોટલ બ્લાસ્ટ થતા જ તેની અગન જ્વાળાઓ આસપાસના ત્રણથી ચાર જેટલા ઘર સુધી પહોંચી હતી. જેથી આસપાસના ઘરના લોકો પણ દાજી ગયા હોવા પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ઘટનામાં અત્યાર સુધી કુલ 22 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં 8 મહિલાઓ, 9 પુરુષો અને 6 બાળકો દાજયા છે.
હવે દિકરીઓનું ટેન્શન છોડો! PM મોદીએ શરૂ કરી છે આ યોજના, ખાતામાં આવશે 70 લાખ
બોટલ બ્લાસ્ટ થવા ની ઘટના માં જ્યારે તમામ ઇજાગ્રસ્તો ને 3 જેટલી 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લાવવા માં આવ્યા ત્યારે ઇમરજન્સી વિભાગમાં દાજયા પર લગાવવા માટે ટ્યુબ કે મલમનો જથ્થો જ એક સમયે પૂરતો ન મળી રહેતા સ્થાનિક યુવાનો અને પોલીસે માર્કેટમાંથી ખાનગી મેડિકલ સ્ટોર્સ પરથી દવાઓ ખરીદી ઇજાગ્રસ્તો સુધી પહોંચાડી હતી. તો બીજી તરફ દાઝેલા દર્દીઓ માટેની અપૂરતી સુવિધાઓ ને કારણે તમામ ઇજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલ રીફર કરાયા હતા. રામનાથ ગામના યુવાનોએ કાલોલ આરોગ્ય વિભાગ સામે રોષ પ્રગટ કર્યો હતો.
IPL 2024 માં આ 20 ખેલાડીઓ પર નજર રાખશે અગરકર, તેમાંથી થશે ટી20 વિશ્વકપ માટે પસંદગી
બ્લાસ્ટની ઘટનાની જાણ થતાં જ કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પણ તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ઉજાગ્રસ્તોને પૂરતી અને તાત્કાલિક સારવાર મળે તે દિશામાં અધિકારીઓને સૂચના આપી ઇજાગ્રસ્તોને પણ હૈયાધારણાં આપી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા 4 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા છે. તેમજ બાકીના ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.