મોતને વ્હાલું કરતા પહેલા વૈશાલી 4 દિવસ PIને મળવા આવી હતી, ફોન પર ઝઘડો પણ કર્યો હતો...

પોલીસ અધિકારી અને મહિલા ડોકટર ના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પી.આઈ ખાચરની પ્રેમિકા આત્મહત્યા કેસમાં અંતે પીઆઈ સામે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી છે. ડોકટર વૈશાલી જોશી જેણે ગત 6મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં વૈશાલી જોષી મહિલા તબીબે પોતાને જ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. .
મોતને વ્હાલું કરતા પહેલા વૈશાલી 4 દિવસ PIને મળવા આવી હતી, ફોન પર ઝઘડો પણ કર્યો હતો...

ઉદય રંજન/અમદાવાદ: પોલીસ અધિકારી અને મહિલા ડોકટર ના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે. પી.આઈ ખાચરની પ્રેમિકા આત્મહત્યા કેસમાં અંતે પીઆઈ સામે ફરિયાદ નોંધતા પોલીસે તપાસ શરૂ કરી છે. ડોકટર વૈશાલી જોશી જેણે ગત 6મી માર્ચના રોજ સાંજના સમયે અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં વૈશાલી જોષી મહિલા તબીબે પોતાને જ ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. .

તપાસ દરમિયાનં પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઇકોનોમીક્સ ઓફેન્સ વીંગના પીઆઇ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથેસાથે પોલીસને વૈશાલી જોષીની ડાયરી પણ મળી આવી હતી. જેમાં તેણે પીઆઇ ખાચર સાથેના સંબધનો ઉલ્લેખ કર્યો હતો. 

જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. બીજી તરફ પરિવારજનોને પોલીસે ફરિયાદ નોંધાવવા માટે કહ્યું હતું. જો કે મૃતકની અંતિમ વિધી અને બેસણાંની વિધી બાદ તેમણે ફરિયાદ માટે આવવાની ખાતરી આપી હતી. ત્યારે વૈશાલી પાસેથી જે બુક મળી હતી તેમાં ઉલ્લેખ કરાયો હતો કે પીઆઇ ખાચરે પ્રેમ સંબંધ તોડી નાખતા મહિલા ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારે ગુરૃવારે સાંજે મૃતકની બહેન કિંજલ પંડ્યા પીઆઇ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગાયકવાડ હવેલી પોલીસે ફરાર પીઆઇ બી કે ખાચર ફરાર તેની શોધખોળ શરૂ કરી ..

ગાયકવાડ હવેલી પોલીસે સુસાઇડ નોટ અને અન્ય પુરાવાને આધારે આ ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 3 થી 5 વર્ષ પહેલા પીઆઈ બી કે ખાચર અને ડૉ વૈશાલી જોષી ઈન્સ્ટાગ્રામ ના માધ્યમ થી સંપર્ક માં આવ્યા હતા. ત્યાર બાદ અવારનવાર મળતા પણ હતા. બંને વચ્ચે મન મોટાવ થયો હતો અને પીઆઈ બી કે ખાચર પ્રેમ સબંધ તોડી નખ્યા હતા. જેના કારણે મૃતક ડૉ વૈશાલી જોષીને લાગી આવતા અને પ્રેમી પીઆઈ બી કે ખાચર સાથે વાત કરવા માટે અવારનાવ પીઆઈ ની કચેરી eow ક્રાઈમ બ્રાંચ ખાતે મળવા પણ આવતી હતી પણ પ્રેમી પીઆઈ ખાચર મળવા નું ટાળતા હતા. ત્યારે ગત 6 માર્ચ ના 4 વાગ્યા ની આસપાસ ડૉ વૈશાલી જોશીએ સ્યુસાઈડ નોટ અને બુકમાં પોતાના પીઆઈ પ્રેમીને સંબોધીને લખીને આત્મહત્યા કરી લીધી હતી. 

ત્યારે પ્રાથમિક ગાયકવાડ હવેલી પોલીસે તપાસ જેમાં પ્રેમી પીઆઈ બી કે ખાચર ને લઇને eow ની કચેરી ખાતે નોટિસ આપવામાં આવી હતી. જેના પગેલે અત્યાર સુધીમાં ગાયકવાડ હવેલી પોલીસે 22 લોકોના નિવેદન નોંધ્યા છે. ત્યારે પીઆઈએ મહિલા સાથે પ્રેમ સંબધ તોડી નાખ્યો હતો તેના લીધે ડિપ્રેશનમાં આવીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે જોવું હવે એવું રહ્યું કે ફરાર પ્રેમી પીઆઈ બી કે ખાચર પોલીસ ગીરફ્તમાં ક્યારે આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news