વિધાનસભા સત્રમાં અછોડા તોડવાનો મુદ્દો ચર્ચાયો, પાંચ વર્ષમાં 3 હજાર ઘટનાઓ નોંધાઇ
વિધાનસભાના એક દિવસીય સત્રમાં આજે ગુજરાતમાં સતત વધી રહેલ ગુનાખોરી અને તેમાં પણ ખાસ કરીને લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓમાં ચિંતાજનક રીતે થયેલા વધારા અંગે ચર્ચા થઇ હતી. જેમાં ચેઇન સ્નેચિંગના મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચેઇન સ્નેચિંગ દરમિયાન પાંચ વર્ષમાં નાગરિકોને થયેલી ઇજાઓનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જવાબ રજુ કરતા જણાવ્યું કે, 30 જૂન 2019ની સ્થિતીએ છેલ્લા પાંચ વર્ષમાં ચેન ચોરીની 3131 ઘટના બની છે. જેમાં 3 લોકોનાં મોત પણ નિપજ્યા છે.
અમદાવાદ : વિધાનસભાના એક દિવસીય સત્રમાં આજે ગુજરાતમાં સતત વધી રહેલ ગુનાખોરી અને તેમાં પણ ખાસ કરીને લૂંટ અને ચીલઝડપ જેવી ઘટનાઓમાં ચિંતાજનક રીતે થયેલા વધારા અંગે ચર્ચા થઇ હતી. જેમાં ચેઇન સ્નેચિંગના મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ચેઇન સ્નેચિંગ દરમિયાન પાંચ વર્ષમાં નાગરિકોને થયેલી ઇજાઓનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જવાબ રજુ કરતા જણાવ્યું કે, 30 જૂન 2019ની સ્થિતીએ છેલ્લા પાંચ વર્ષમાં ચેન ચોરીની 3131 ઘટના બની છે. જેમાં 3 લોકોનાં મોત પણ નિપજ્યા છે.
સુરત: એક વર્ષ સુધી પુત્રી પર જ દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરનાર નરાધમ પિતાને ફાંસી
ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ભીડભાડવાળા, ધાર્મિક સ્થળો, જાહેર માર્ગ, રેલવે સ્ટેશન, શાક માર્કેટ અને રેલવે સ્ટેશન અને સંભવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. મોબાઇલ પેટ્રોલિંગ અને બાતમીદારોને પણ એક્ટિવ રાખવામાં આવે છે. શકમંદો પર નજર અને જરૂર પડ્યે કાર્યવાહી પણ કરવામાં આવે છે. ઉપરાંત નાગરિકોમાં પણ જાગૃતી આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે. નાગરિકોને પણ તકેદારી રાખવા માટે સુચનાઓ આપવામાં આવે છે.
રાજકોટવાસીઓ છાંટોપાણી કરવા અપનાવતા આ રસ્તો, પકડાઈ પોલ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સોનાના ભાવ ઉચકાવાને કારણે ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં વધારો થયો છે. છેલ્લા અઠવાડીયામાં જ આંગડીયાને લૂંટવાની ઘટના ઉપરાંત 3 જ્વેલરી શોપમાં ધાડ પાડવાની ઘટના પણ બની છે અને જેમાં એક મોટી લૂંટનો પણ સમાવેશ થાય છે. જેના કારણે હાલ પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉપરાંત રાજ્યની કાયદો અને વ્યવસ્થા સામે પણ વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube