રાજકોટવાસીઓ છાંટોપાણી કરવા અપનાવતા આ રસ્તો, પકડાઈ પોલ
પોલીસે 12 નંગ બિયરના ટીન એક એક્ટિવા મળી કુલ 21, 200 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ : અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરોમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનો ધંધો પૂરજોરમાં ચાલી રહ્યો છે. આ પ્લેટફોર્મનો હવે બુટલેગરોએ પણ ઉપયોગ શરૂ કરી દીધો છે. રાજકોટમાં ઝોમેટો બાદ સ્વીગીનો ડિલેવરી બોય બિયરના જથ્થા સાથે ઝડપાયો છે. તે સ્વીગીની બેગમાં બિયર સપ્લાય કરવા જતો હતો પણ પકડાઈ ગયો હતો. આ મામલામાં તાલુકા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી 12 નંગ બિયરના ટીન કબ્જે કર્યા છે. પોલીસે 12 નંગ બિયરના ટીન એક એક્ટિવા મળી કુલ 21, 200 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. આ અગાઉ થોડા સમય પહેલા ઝોમેટો કંપનીનો ડિલેવરી બોય દારુના જથ્થા સાથે ઝડપાયો હતો
થોડા સમય પહેલાં રાજકોટ પોલીસે ઝોમેટોની ડિલિવરી બેગમાં વિદેશી દારૂ ભરીને જતા બુટલેગર (Bootlegger) ના ડિલીવરી મેનને દબોચી લીધો હતો. આ મામલામાં પોલીસે મિલન ગરેજા નામના ડિલેવરીમેનની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી 7 વર્ષ પહેલાં પોરબંદરમાં દારૂના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો.
થોડા સમય પહેલાં વડોદરામાં પણ આવો કિસ્સો નોંધાયો હતો. વડોદરાના લક્ષ્મણપુરામાં રહેતો રાહુલ મહિલા થોડા મહિના પહેલા સ્વિગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે જોડાયો હતો. તે કસ્ટમરને ફૂડ ડિલિવરી કરવા જતો ત્યારે તેમની સાથે મિત્રતા કેળવી તેઓ દારુના શોખીન છે કે નહીં તે જાણી લેતો હતો. તે પછી તે ગ્રાહકોને જવાની સાથે બિયરની જરૂર હોય તો તે પણ લાવી આપવાની ઓફર આપતો હતો. રાહુલ તે માટે પોતાનો પર્સનલ નંબર ગ્રાહકોને આપતો હતો. તે પછી તે ગ્રાહકની માંગ પર ઓનલાઈન ફૂડની સાથે બિયરની પણ ડિલિવરી કરતો હતો. પોલીસને આ બાબતની બાતમી મળતાં તેમણે રાહુલ પર વોચ ગોઠવી હતી અને તેને બિયરના 6 કેન સાથે પકડી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે