ઝી બ્યુરો/દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એકાએક પાણીનો પ્રવાહ વધી જતા દ્વારકાની ગોમતી નદીમાં 40થી વધુ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે તાત્કાલિક તેમનું રેસ્કયૂ કરાયું હતું અને તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે 10માંથી 6 સીટો કોંગ્રેસીઓને આપી: ગુજરાત કરતા ખરાબ સ્થિતિ, સરકાર છે પણ નેતા નથી


આજે યાત્રાધામ દ્વારકામાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. ગોમતી નદીના સામે કાંઠે કેટલાંક લોકો ફસાયા હોવાની ઘટના બની હતી. દરિયામાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં નદીનું પાણી વધતા સામે કાંઠે 40થી વધુ લોકો ફસાયા હતા. સામે કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા સ્થાનિક બોટ દ્વારા તમામ લોકોનું રેસ્કયુ કરાયું હતું. અવાર નવાર આ રીતે ગોમતી નદીમાં લોકો જોખમી રીતે પસાર થઈ સામે કાંઠે જતાં હોય છે. ત્યારે કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તે પ્રશ્ન ઉદભવે છે. 


પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા, જાણો શું છે સમગ્ર કેસ?


ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગોમતી નદીમાં ઊંટની સવારીઓના વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયા છે. પરંતુ તંત્ર કોઈ પગલાં લેવા તૈયાર નથી. વિડિયો વાયરલને કારણે અનેક સવાલો અકસ્માત થાય તો જવાબદાર કોણ???


ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી; જાણો માર્ચ મહિનો પુરો થતા-થતા શું થશે દશા?