ગુજરાતમાં ફરી ડિસ્ટર્બન્સવાળી આગાહી; જાણો માર્ચ મહિનો પુરો થતા-થતા શું થશે દશા?

Gujarat Weather Forecast: આગામી દિવસોમાં ગરમીમાં કોઈ રાહત નથી. ઊલટાનું પારો ઓર વધશે. આગામી બે દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી શકે છે. સવારથી શરૂ થયેલા ગરમ પવનો દિવસભર સુધી ફૂંકાઈ રહ્યાં છે. જોકે, આગામી બે દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળવાના અણસાર છે. કારણ કે, શુક્રવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીના પારામાં 2 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે અને એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે.

હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ

1/7
image

હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠશે. ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવવું પડશે.

ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે

2/7
image

હોળિકા દહન બાદ આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. હોળિકાની જ્વાળાઓની દિશાને જોઈ તેમણે અનુમાન કર્યું કે, સૂર્યાસ્ત પછી પવન પશ્ચિમનો રહ્યો હતો અને ઘુમાવ નૈઋત્યનો રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે. જોકે, આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે જે એપ્રિલથી લઇ જૂન સુધી જોવા મળશે. ધૂળ વંટોળના કારણે બાગાયતી પાક પર તેની અસર થતી હોય છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં ગરમીની સાનુકૂળતાના કારણે ચક્રવાત સર્જાતા રહેશે. ઓગસ્ટથી લઇ ઓક્ટોબર સુધી વરસાદ રહેશે, વાયુનો પ્રકોપ વધુ રહેશે.

આગામી ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે

3/7
image

હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી છે. તેને કારણે ગરમ પવનો ફૂંકાઇ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના કચ્છના અને ખંભાતના અખાતમાં પણ ગરમ પવનો ફૂંકાતા રહેશે. જેની ઝડપ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ ઉપરાંત બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સ અપ્રોચ કરી રહ્યું છે તેને કારણે આગામી ત્રણ દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. 

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધ્યો

4/7
image

ગુજરાતમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે. જેમાં સૌથી વધારે ભૂજમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 41.1, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.4, વડોદરા 39.4 ડિગ્રી તાપમાન, અમદાવાદ શહેરમાં 39.9, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ગરમીનો પારો સતત વધ્યો છે, ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. 

આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે

5/7
image

રાજ્યમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું છે. અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમીમાં ઘટાડો થઈ શકે છે. ત્યારે ગરમીમાં થોડી રાહતના સંકેત દેખાઈ રહ્યાં છે. આ વચ્ચે નવી આગાહી આવી છે. આગાહી અનુસાર, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી છે. તો રાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી છે. દરિયાઈ વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે. તો અમદાવાદમાં ગાંધીનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. 

વાતાવરણમા અસહ્ય બફારો

6/7
image

ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ, આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે જ ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે. 

ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે

7/7
image

આગામી પાંચ દિવસને લઈને આગાહી પ્રમાણે, રાજ્યભરમાં સૂકું વાતાવરણ રહેશે. સાથે જ ગરમ પવનો ફૂંકાવાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે. જેને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાની સ્થિતિ રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન હીટવેવની શક્યતા છે.